પાલનપુર એરોમા સર્કલ અમદાવાદ પુલ નજીક રોડ ક્રોસ કરી રહેલા યુવકનું અજાણ્યા વાહનની ટક્કરે મોત થયું હતુ. ડીસાના યાવરપુરાનો યુવક વડગામના મગરવાડા ગામે વીરબાપજીના દર્શન કરવા જતો હતો ત્યારે અકસ્માત નડ્યો હતો. આ અંગે મૃતકના પરિવાજનોએ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ડીસા તાલુકાના યાવરપુરાના વિક્રમભાઇ ઉમાજી જાટ વડગામ તાલુકાના મગરવાડા ગામે વીર બાપજીના દર્શન કરવા માટે નીકળ્યા હતા. જેઓ પાલનપુર એરોમા સર્કલ નજીક રેલવે ઓવરબ્રિજ પસાર કરી રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી.

 અકસ્માતમાં વિક્રમભાઇને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે મોત થયું હતું. આ અંગે નેનાજી પુનમાજી જાટે અજાણ્યા વાહન ચાલક સામે પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.