ડીસા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ પી.એન. ઇન્ડસ્ટ્રીઝમાં ફરી એકવાર બે ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે. ડીસા તાલુકા પોલીસે ફેક્ટરીને સીલ કરી જાણ કરતા ફુડ વિભાગની ટીમે ઘી અને વનસ્પતિ ઘી 8 સેમ્પલ લઇ 3200 કિલો ઘીનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ડીસા એટલે ડી ફોર ડુપ્લીકેટના નામે સમગ્ર ગુજરાતમાં પ્રચલિત છે. ડીસામાં ઘી, તેલ, મરચું, હળદર સહિત અનેક ખાર્ધ ચીજવસ્તુઓની ભેળસેળ થતું હોવાનું જગ જાહેર છે. અનેક વખત ફુડ વિભાગ દ્વારા ડીસા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલી પી.એન. ઇન્ડસ્ટ્રીઝમાં ફરી એકવાર બે ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે. ડીસા તાલુકા પોલીસે ફેક્ટરીને સીલ કરી જાણ કરતા ફુડ વિભાગની ટીમે ઘીના સેમ્પલ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ડીસા એટલે ડી ફોર ડુપ્લીકેટના નામે સમગ્ર ગુજરાતમાં પ્રચલિત છે. ડીસામાં ઘી, તેલ, મરચું, હળદર સહિત અનેક ખાર્ધ ચીજવસ્તુઓની ભેળસેળ થતું હોવાનું જગ જાહેર છે. અનેક વખત ફુડ વિભાગ દ્વારા ભેળસેળ કરતા તત્વોને ઝડપી કાયદેસરની કાર્યવાહી પણ થાય છે. તેમ છતાં ભેળસેળિયા તત્વો સુધારવાનું નામ લેતા નથી. ત્યારે ડીસા તાલુકા પોલીસને માહિતી મળેલી કે, પી.એન.ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કેટલીક ફેકટરીમાં ભેળસેળયુક્ત ઘી બને છે. જેથી પોલીસે સ્થળ પર પહોંચી બે ફેક્ટરીઓને સીલ કરી ફૂડ વિભાગને જાણ કરી હતી.
બાદમાં ફૂડ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને વિવિધ કંપનીના શંકાસ્પદ ઘીના સેમ્પલ લીધા હતા. તેમજ ઘીના સેમ્પલને પરીક્ષણ અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. ડીસામાં ઘી, તેલ, મરચા, હળદર સહિત અનેક ચીજવસ્તુઓ નકલી મળી રહી છે ત્યારે ફૂડ વિભાગ આવા ભેળસેળ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે.