સિહોર ખાતે સામાજિક સેવાકાર્યો હંમેશા અગ્રેસર યુવા યુગપરિવર્તન સંગઠનને 14 વર્ષ પુરા થયા છે અને સાથે 15મા વર્ષમાં મંગલ પ્રવેશની પૂર્વ સંધ્યાએ અનેક કાર્યક્રમોની વણઝાર થઈ હતી આ પ્રસગે સંસ્થાના વડા મિતેષ પડ્યાએ જણાવ્યું હતું કે સેવાએ તો આપણા દેશની સંસ્કૃતિ, આપણા સંસ્કારો, આપણા મૂલ્યોનું પણ પ્રતિક છે તેમણે વધુમાં કહ્યું કે યુવા યુગ પરિવર્તન સગઠન આજે વટવૃક્ષ બની અડીખમ ઉભું છુ જેનું આજે ગૌરવ છે યુવા યુગ પરિવર્તન સંગઠનને 15 વર્ષમા પ્રવેશતાની સાથે અનેક કાર્યક્રમો યોજાયા હતા રક્તદાન કેમ્પ સાથે ભવ્યતા સાસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમા શહેર અને તાલુકાની રર જેટલી સ્કૂલોના વિધાર્થીઓની પોતાની કૃતિઓ રજૂ કરી હતી ઉપસ્થિત નગરના શ્રેષ્ટિઓના હસ્તે બાળકોની પ્રતિભાને સન્માનિત કરવામાં આવ્યા હતા સાસ્કૃતિક કાર્યક્રમો સાથે રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ, ઇનામ વિતરણ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ સહિતના કાર્યક્રમો યોજાયા હતા ઉલ્લેખનીય છે કે સિહોર યુવા યુગ પરિવર્તન સંગઠન સ્થાપના આજથી 14 વર્ષ પહેલાં માત્ર પાચ સભ્યો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું જે આજે વટવૃક્ષ બની અડીખમ ઉભું છે સંગઠન દેશસેવા, સ્વદેશી અભિયાન, ગૌસેવા, માનવસેવા, પર્યાવરણને લગતા કાર્યો સાથે. જોડાયેલ છે તેમજ વિવિધ સંસ્થાઓ સાથેજોડાઈ ને ખૂબ સુંદર કાર્ય કરી રહ્યુ છે