કાલોલ તાલુકાના ચલાલી રોડ પર નર્મદા વોટર સંપની નજીક આવેલ ઇન્ડિયન ઓઈલ કંપની સંચાલિત શ્રી ત્રિપદા ગ્રામીણ વિતરક વેજલપુર ગેસ એજન્સીને ત્યાં આજ તારીખ 04/11/2024 ના રોજ જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેકટર પંચમહાલ ગોધરા એચ ટી મકવાણા અને તેઓની ટીમ તથા યોગેન્દ્રસિહ પુવાર મામલતદાર કાલોલ તેમજ તેઓની સંયુકત ટીમ સાથે આકસ્મિક તપાસણી કરતા તા.30/10/2024 ના રોજ બુકિંગ કરેલ 182 ગ્રાહકોને ગેસ સિલિન્ડર ડિલીવરી આપી શકેલ નથી જે 48 કલાકમાં ગ્રાહકને બુકિંગ કરાયા પછી આપવાનો હોય છે જે ક્ષતિ જણાયેલ છે. તે એજન્સીના સંચાલક દ્વારા દિવાળી તેમજ નવા વર્ષ તહેવારનના કારણે ડિલિવરી થયેલ ના હોવાની કબુલાત કરેલ છે . પ્રધાન મંત્રી ઉજ્જવા યોજના હેઠળના આપવામાં આવેલ નવીન કનેક્શન પૈકી રેન્ડમલી 35 જેટલા નવીન કનેકશન મેળવેલ ગ્રાહકો સાથે ટેલીફોનીક વાત કરતા કોઈ કનેક્શનના પૈસા એજન્સી દ્વારા લેવામાં આવેલ નથી તેમજ તમામ રેકર્ડ સારી રીતે નિભાવામાં આવેલ છે . ભાવ જથ્થાનું બોર્ડ નિભાવેલ છે.ગ્રાહકને હોમ ડિલીવરી કરવામાં આવે છે તેમજ ગ્રાહકને ગોડાઉન પરથી ડિલિવરી કરતી વખતે ગ્રાહકો પાસેથી 810 રૂપિયા ના ભાવના સિલિન્ડરના મળવાપાત્ર રીબેટની રકમ 34 રૂપિયા કાપીને 776 રૂપિયાની પાવતી/બિલ આપવામાં આવે છે. તેમજ ગેસ સિલીન્ડર સ્પ્રિંગ કાંટા થી વજન કરીને જ ગ્રાહકોને આપવામાં આવે છે તેમજ જથ્થામાં સદર ગેસ એજન્સી માં કોઈ પણ પ્રકારની ગેરરીતિઓ જણાયેલ ન હોવાથી જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેકટર પંચમહાલ ગોધરા દ્વારા સારી કામગીરી બદલ ત્રિપદા ગ્રામીણ વિતરક વેજલપુર ગેસ એજન્સી કાલોલના સંચાલક કૌશિકભાઈ ભરતભાઈ પટેલને અભિનદન પાઠવવામાં આવેલ છે.