સિહોર સાથે દેશભરમાં ૭૬મા સ્વાતંત્ર્યપર્વની ઠેર-ઠેર ભારે હર્ષોલ્લાસ, ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી છે ગઈકાલે શ્રાવણનો સોમવાર અને સ્વાતંત્ર્ય પર્વનો સમન્વય થતા સિહોરમાં સૌ કોઇ શિવભકિત અને રાષ્ટ્રભકિતના રંગે રંગાયા હતા સિહોરમાં રાજકોટ રોડ આશાપુરા નજીક આવેલ શિવમ સીટી ખાતે તિરંગા કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેરના નામાંકિત તબીબ ડો રાયશંગ યાદવ પણ જોડાયા હતા કાર્યક્રમ વેળાએ ડો યાદવે કહ્યા હતું કે આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનમાં તમામ ઘરો પર તિરંગો લહેરાવી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે અને જેમાં સહભાગી થવાનો ખૂબ રાજીપો છે વધુમાં કહ્યું કે હર ઘર તિરંગા અભિયાનને અદભુત પ્રતિસાદ મળ્યો છે. નામી-અનામી સ્વાતંત્ર્ય વીરોને યાદ કરીને રાષ્ભક્તિની ભાવનાને વધુ મજબૂત કરવાના આશયથી શરૂ કરાયેલ આ અભિયાન તમામ વર્ગ સમાજને જોડનારૂ બની રહ્યાં છે.સિહોરની શિવમ સીટી ખાતે તિરંગા કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા સિંહોરમાં સૌ કોઇ શિવભકિત અને રાષ્ટ્રભકિતના રંગે રંગાયા : શ્રાવણનો સોમવાર અને સ્વાતંત્ર્ય પર્વનો સમન્વય : ધાર્મિક અને દેશભકિતના કાર્યક્રમો યોજાયા :