પાલનપુરમાં આકેસણ રોડ નજીક આવેલા ભંગારના વાડામાં ગુરૂવારે આગ લાગી હતી.

આ અંગે નગરપાલિકા ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ચંદ્રલોક સોસાયટી નજીક તોફિકભાઇ સોકતભાઇ મુમનના ભંગારના વાડામાં અગમ્યકારણોસર આગ લાગી હતી.

કોલ મળતાં તુરંત ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે પહોચ્યા હતા. જ્યાં પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં ભંગારનો સામાન બળી ગયો હતો. જોકે, કોઇ જાનહાની થઇ નથી.