અમીરગઢની અતિ સંવેદનશીલ બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. અમીરગઢ પોલીસ બોર્ડર પર રૂટિંગ ચેકિંગ કરી રહી હતી. તે સમય દરમિયાન રાજસ્થાન તરફથી જોધપુર અમદાવાદ જતી એક રાજસ્થાન રોડવેઝ બસ આવતા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન એક ઈસમ શંકાસ્પદ લાગી આવ્યો હતો. જેથી પોલીસે ઈસમની અંગ જડતી કરતા તેના ગજવામાંથી 5.84 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી પોલીસે તેની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી રાજસ્થાન સરહદ ધરાવતી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર અમીરગઢ પોલીસ ઇન્સ્પેકટર એસ કે પરમાર સ્ટાફ સાથે દિવાળીના સમયે કોઇ ગુનાહિત પ્રવૃત્તિ અથવા કોઇ નશીલા પદાર્થની હેરાફેરી ન થાય તે માટે બોર્ડર પર કડક વાહન ચેકીંગ કરી રહ્યા હતા.

તે દરમિયાન જોધપુરથી અમદાવાદ જતી રાજસ્થાન રોડવેજની બસ ને રોકવી તેમાં મુસાફરોની ઝીણવટભરી તપાસ કરતા એક મુસાફર પાસેથી નશીલા પદાર્થ એવા એમ ડી ડ્રગ્સ મળી આવતાં આરોપી અર્ષદખાન અનવર હુસેન (રહે. ચિત્તોડગઢ, રાજસ્થાન) વાળાની અટકાયત કરી મળી આવેલ એમ ડી ડ્રગ્સ 5:84 ગ્રામ કિંમત 58,40,000 નો મુદ્દામાલ કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.