ઘુસર ગામે ખેતરમાંથી પાણીની પાઇપલાઇન પસાર કરવા બાબતે હુમલો કરતા ૪ સામે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ

વેજલપુર પોલીસ મથકે વિનુભાઈ નુરાભાઈ રાઠવા એ નોંધાવેલ ફરિયાદ ની વિગતો મુજબ તેઓ કાલોલ તાલુકાના ઘુસર ગામે ડેરી ની બાજુમા કરિયાણાની દુકાન અને ઘંટી ચલાવે છે અને નદી કિનારે આવેલ માલીકીની જમીનમાં તેઓના કૂવામાંથી ખેડૂતોને પાણી પહોચાડે છે અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ત્રણ ફૂટ જમીનમાં પાણીની પાઇપલાઇન દબાવીને અને ખેતર સુધી પાણી પહોંચાડવામાં આવે છે શુક્રવારે સવારે ફરિયાદી તથા તેઓના પિતા અને ભાઈ એ રીતના હાજર હતા ત્યારે ફરિયાદી અને ભારતસિહ ના ખેતરની વચ્ચે પાણીની પાઇપલાઇનનો વાલ તૂટી ગયેલ હોવાથી તે જગ્યાએ ખોદકામ કરતા હતા ત્યારે ભારતસિંહ સામતસિંહ અને દેવાભાઈ દોલતસિંહ એમ બંને જણા તમો કેમ અમારી જમીનમાંથી પાઇપલાઇન પસાર કરો છો કાઢી નાખો તેમ કહીને બોલાચાલી કરવા લાગેલ. ફરિયાદીએ જણાવેલ કે આપ પાઇપલાઇન ઘણા વર્ષોથી દબાવેલી છે તમારા ખેતરમાં કોઈ નુકસાન નથી એવું કહેતા ભરતસિંહ અને દેવાભાઈએ ગાળા ગાડી કરી હતી અને આ બાબતે ફરિયાદી એ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા જતા હતા તે સમયે પપ્પુભાઈ બારસી સોલંકી અને અશોકભાઈ દોલતસિંહ સોલંકી વાઈફ લઈને પાછળ પાછળ આવ્યા હતા અને વેજલપુર સરકારી દવાખાના પાસે પપ્પુભાઈ એ ચાલુ બાઈક એ ફરિયાદીને લાકડી મારી ઉભા રહેવા જણાવેલ બંને જણાએ બાઈક લઈને લાકડી મારવા જતા ફરિયાદી અને તેના પિતા પડી ગયા હતા. ફરિયાદીના પિતાને પપ્પુભાઈએ લાકડી મારી હતી તેમજ અશોકભાઈએ ભાલો લઈને તેઓના પિતાને મારવા જતા તેઓના જમણા હાથે આંગળી ઉપર એ જ પહોંચવાથી લોહી નીકળ્યું હતું. 108 મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરાવી વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.