દિવાળીના પૂર્વે જ ડીસા શહેરના સોની બજાર વિસ્તારમાં એક ખાનગી ડેલામાંથી અજાણ્યા યુવકની બુધવારે લાશ મળી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ભિક્ષુક જેવા લાગતા આ યુવકની પોલીસ દ્વારા ઓળખવિધિ કરવાની તજવીજ હાથ ધરાઇ છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસા શહેરના સોની બજાર વિસ્તારમાં આવેલા એક ખાનગી ડેલામાં લાશ પડી હતી. જેથી વિસ્તારમાં બુધવારે બપોર બાદ અચાનક દુર્ગંધ ફેલાતા સ્થાનિક વેપારીઓ દ્વારા સફાઈ કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી અને સફાઈ કર્મચારી આ ડેલામાં તપાસ કરવા જતાં અહી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ડીસાની સરકારી હોસ્પિટલાં ખસેડ્યો હતો. પોલીસે મૃતકના મૃતદેહની ઓળખવિધિ કરવાની તજવીજ હાથ ધરી છે. જો કે પ્રાથમિક દ્રષ્ટિએ આ લાશ ઘણા દિવસથી પડી હોય તેવું લાગી રહ્યું છે.