પારદર્શક પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકારશ્રીના દસમાં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આજરોજ રાજુલા તાલુકાના ચારોડિયા ગામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન થયેલ જેમાં મામલતદારશ્રી ભગીરથભાઈ ચૌહાણ અને તાલુકા વિકાસ અધિકારી શ્રી ભરતભાઈ કલસરિયા તથા રાજુલા ખાંભા ખરીદ વેચાણ સંઘ લી પ્રમુખશ્રી રમેશભાઈ ડોબરીયા સરપંચ એસોસિયન પ્રમુખ શ્રી મનુભાઈ ધાખડા આગરીયા સરપંચ શ્રી પ્રકાશભાઈ ખુમાણ વડલી સરપંચ શ્રી મગનભાઈ હરિયા કુંભારિયા સરપંચ શ્રી ભરતભાઈ દીપડીયા સરપંચ શ્રી પ્રેમજીભાઈ ઉપસ્થિતિમાં યોજાયેલ તથા દરેક વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ હાજર હતા.
જેમાં ખાસ કરીને ક્લસ્ટરમાં સમાવેશ ગામોના અઠવાડિયા અગાઉ બીપીએલ યાદીમાં 0 થી 20 ના સ્કોરમાં સમાવેશ થતા જેમાં લાભાર્થીઓની ઉંમર 60 વર્ષ હોય તેવા લાભાર્થીઓને તાલુકા વિકાસ અધિકારીશ્રી સાહેબના માર્ગદર્શન અંતર્ગત તલાટી કમ મંત્રીઓ દ્વારા ઘરે ઘરે જઈ વૃદ્ધ સહાય તથા વિધવા સહાયનાં ફોર્મ ભરી લાભો અપાવેલ છે, 107 લાભાર્થીઓને હુકમ આજરોજ મહાનુભવો હસ્તે વિતરણ કરવામાં આવ્યું તેમજ સરકારશ્રીની વિવેધ યોજનાઓનો સ્થળ પર લાભાર્થીઓએ લાભ મેળવેલ છે. તમામ વિભાગોને મળી 1385 અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યું