આરોપી -  કલ્પેશભાઈ બળવંતભાઈ બારીયા

દાહોદ જિલ્લામાં ફરીથી શિક્ષણ જગતને શરમાવે તેવો કિસ્સો ધાનપુરમાં બન્યો છે. એક આશ્રમશાળામાં એક ૧૬ વર્ષીય વિદ્યાર્થિનીને આશ્રમશાળાના શિક્ષક દ્વારા બદઇરાદે પકડી લેતા વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતા શાળામાં ભણતી અન્ય તેની નાની બહેન આવી જતા લંપટ શિક્ષકે તેને છોડી મૂકી હતી. બનાવની જાણ પરિવારને થતા પરિવારજનોએ ઘટનાસ્થળે દોડી આવી શિક્ષક સામે ફરિયાદ નોંધાવતા ( રાજ  કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવામા માટે સંપર્ક કરો)પોલીસે લંપટ શિક્ષક કલ્પેશભાઈ બળવંતભાઈ બારીયાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં થોડા સમય પહેલા જ એક આધેડ વયના શિક્ષકે છ વર્ષીય બાળકીને અડપલાં કરી મોતને ઘાટ ઉતારવાના બનાવની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં તો ફરી શિક્ષણ જગતને શરમાવે તેઓ એક કિસ્સો સામે આવતા દાહોદ જિલ્લા શિક્ષણ જગતમાં જાણે ખળભળાટ મચી જવા પામ્યો છે.ધાનપુર તાલુકાની એક આશ્રમશાળાના શિક્ષકે પોતાની રસોઈ બનાવવા માટે શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને અન્ય વિદ્યાર્થીને કહી બોલાવી હતી. જે 16 વર્ષીય કિશોરી આશ્રમ શાળાના શિક્ષક માટે તેના રૂમમાં તેની સાથે ભણતી તેની કાકાની છોકરી સાથે રોટલા બનાવતી હતી. તે વખતે આ આશ્રમ શાળાનો શિક્ષક રૂમની બહાર બેઠો બેઠો પેપર તપાસતો હતો. તે વખતે આ જમવા બનાવવા આવેલી કિશોરી તેની સાથે આવેલી તેની અન્ય બહેન કોઈ કામ અર્થે રૂમની બહાર ગઈ. તે વખતે આ શિક્ષકે તે રૂમમાં જઈ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને આ અભ્યાસ કરતી વિદ્યાર્થીને કહેવા લાગ્યો k કે મારી સાથે સંબંધ બાંધીશ કે કેમ. કિશોરીએ ઇનકાર કરતા શિક્ષક રૂમમાં પાણી પી ને દરવાજો ખોલી રૂમની બહાર નીકળી લોબીમાં ચક્કર મારી આ શિક્ષક ફરીથી પાછો રૂમમાં આવ્યો અને આ શિક્ષકનું જમવાનું બનાવતી કિશોરી ઉપર તેની દાનત બગડતા તેને બદ ઇરાદે અચાનક આ કિશોરીને પાછળથી આવીને પકડી લેતા શિક્ષક થી બચવા માટે બૂમાબૂમ કરતા તેની અન્ય બહેન જે રૂમની બહાર ગઈ હતી તે આવી જતા શિક્ષકે કિશોરીને છોડી દીધી હતી અને તે પછી તે કિશોરી અને તેની બહેન બંને રૂમમાંથી બહાર નીકળી ભાગી ગયા હતા અને ત્યાંથી બંને બહેનો પ્રાર્થના રૂમમાં દોડી ગયા હતા. જે વખતે આ ભોગ બનનાર કિશોરી રડવા લાગતા તેની સાથે આજ આશ્રમશાળામાં અન્ય તેના ભાઈ બહેન પણ ભણતા હોવાથી તેઓ દોડી આવ્યા હતા અને તેને રડવા અંગે પૂછતા તેને સાચી હકીકત જણાવતા તેની સાથે ભણતા તેના ભાઈએ આ બનાવની જાણ ફોન દ્વારા તેના ઘરે તેના કાકા ને કરતા જ પરિવાર જનો આશ્રમ શાળા ખાતે દોડી આવ્યા હતા. અને આ બનાવ અંગે પૂછતા તેને તેની સાથે બનેલી ઘટના તેના પરિવારજનોને જણાવતા આશ્રમ શાળા ના શિક્ષકે બદકામ કરવા માટે બદ ઇરાદે આ બાળાને બોલાવી હોવાથી આ બનાવ અંગેની જાણ ધાનપુર પોલીસ મથકે કરતા ધાનપુર પોલીસે આ બનાવને લઈ છેડતી તેમજ એત્રોસીતી એક્ટ મુજબનો ગુન્હો નોંધી લંપટ શિક્ષકને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ બનાવ ની જાણ સમગ્ર પંથકમાં થતા શિક્ષણ આલમ માં ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે આ લપટ શિક્ષક ઉપર લોકો ફિટકાર વરસાવી રહ્યા હોય તેમ જોવાઈ રહ્યું છે