પલસાણાતાલુકાના બગુમરા ગામે"બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી,મૂલ્યવર્ધન"વિષય પર એક દિવસીય સેમીનાર યોજાયો

સુરત નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા પલસાણા તાલુકાના બગુમરા ગામ સ્થિત રેવા સાંસ્કૃતિક ભવન ખાતે "બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી અને મૂલ્યવર્ધન" વિષય પર એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત, ભરૂચ અને તાપી જિલ્લાના ૩૦૦ ખેડૂતોએ ભાગ લીધો હતો.

             આ અવસરે નવસારી કૃષિ યુનિવર્સિટીના વરિષ્ઠ વૈજ્ઞાનિકશ્રી બી.એમ.ટંડેલ અને મદદનીશ વૈજ્ઞાનિકશ્રી જે.એમ.માયાણીએ બાગાયતી ફળોની ખેતી અને મૂલ્યવર્ધન વિશે માહિતી પૂરી પાડવામાં આવી. બાગાયત નિયામકશ્રી પી. એમ. વઘાસિયા દ્વારા પ્રસંગોચિત માર્ગદર્શન આપી બાગાયત ખાતાની નવી યોજનાઓ- કોમ્પ્રીહેંસિવ હોર્ટીકલ્ચર, કમલમ ફળ અને મધમાખી પાલન વિશે ઓનલાઈન માધ્યમથી ખેડૂત ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી.

               આ સેમિનારમાં સુરતના નાયબ બાગાયત નિયામકશ્રી એન.એન.પટેલ, સંયુક્ત ખેતી નિયામકશ્રી કે.વી.પટેલ, મેન્યુફેક્ચરર અને એક્સપોટર ઓફ ફ્રિઝ ડ્રાઈંગશ્રી નિકુંજભાઈ નાવડિયા, પ્રગતિશીલ ખેડૂત શ્રી પ્રવિણભાઈ ગોધાણી, બગુમરા સરપંચશ્રી શ્રીમતી નીલાબેન શૈલેષભાઈ પટેલે ઉપસ્થિત રહી ખેડૂતોને પ્રસંગોચિત માર્ગદર્શન આપ્યુ હતું તેમજ ખેડૂતોને બગુમરા ખાતે ભરતભાઈ ગોધાણીનાં "ઓતીબા" ડ્રેગન ફ્રૂટ ફાર્મની મુલાકાત કરાવી હતી