દાહોદ શહેરમાં નકલી એનએ પ્રકરણ ખુબ ચર્ચાઓમાં રહેવા પામ્યું છે, ત્યારે આવા સમયે રાતોરાત દાહોદ પ્રાંત અધિકારી તેમજ તેમની સાથે સાથે દાહોદ મામલતદારની એક સાથે બદલી કરવામાં આવતાં દાહોદ શહેર સહિત જિલ્લામાં એકક્ષણે સોંપો પડી જવા પામ્યો છે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક ) કરો દાહોદ પ્રાંત અધિકારીની બદલી પોરબંદર ખાતે તેમજ દાહોદ મામલતદારની બદલી અમરેલી ખાતે કરવામાં આવી છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી નકલી કચેરી હોય, નકલી એનએ પ્રકરણ હોય કે અન્ય સરકારી કૌંભાંડો હોય તેને પગલે દાહોદ શહેર તેમજ જિલ્લો આખાય ગુજરાત રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર સ્થાન બની રહેવા પામ્યું છે. ત્યારે ખાસ કરીને નકલી કચેરી અને નકલી એનએ પ્રકરણે તો દાહોદ જિલ્લામાં ચકચાર મચાવી મુકી છે. આવા સમયે ખાસ એવા નકલી એનએ પ્રકરણમાં કેટલાંક માસ્ટર માઈન્ડો દ્વારા સરકારની પડતર જમીનોને બારોબાર વેચી મારી, પ્લોટો પાડી તેવી જગ્યાઓ ઉપર પાકા બાંધકામો કરી વેચાણ દસ્તાવેજાેની સાથે સાથે પ્રોપર્ટી કાર્ડાે પર નોંધણી પણ કરી દેવામાં આવી હતી. તેની સાથે સાથે ઘણી જમીનોમાં નકલી એનએ દસ્તાવેજાે ઉભા કરી સરકારની તિજાેરીને લાખ્ખો, કરોડોનો ચુનો પણ ચોપડવામાં આવ્યો છે. આવા સમયે આ નકલી એનએ પ્રકરણમાં આરોપીઓ હાલ જેલના સળીયા પાછળ સજા ભોગવી રહ્યાં છે ત્યારે આવા સમયે ક્યાંકને ક્યાંક મામલતદાર અને પ્રાંત અધિકારીઓ સામે પણ આંગળીઓ ચિંતાધી હતી ત્યારે દાહોદમાં નકલી એનએ પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં લઈ ગુજરતા સરકારની મહેસુલ વિભાગ, ગાંધીનગર દ્વારા દાહોદ પ્રાંત અધિકારી તેમજ દાહોદ મામલતદારની રાતોરાત એટલે કે, આજે વહેલી સવારે બદલીના હુકમો કરી દેવમાં આવતાં દાહોદ શહેર સહિત જિલ્લામાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી હતી. દાહોદ પ્રાંત અધિકારી રાજપુત એન.બી.ની પોરબંદર ખાતે બદલી કરવામાં આવી છે તેમજ દાહોદ મામલતદારની અમરેલી ખાતે બદલી કરવામાં આવી છે. ત્યારે દાહોદમાં નવા પ્રાંત અધિકારી તરીકે દાહોદના ડેપ્યુટી ડિસ્ટ્રીક્ટ દેવલપમેન્ટ ઓફિસર મીલીન્દકુમાર દવેની દાહોદ પ્રાંત અધિકારી તરીકેની સત્તા સોંપવામાં આવી છે. ત્યારે દાહોદ મામલતદારમાં પંચમહાલ જિલ્લાના હાલોલના મામલદાર પ્રદિપસિંહ બી. ગોહિલને દાહોદ મામલતદારની સત્તા સોંપવામાં આવી છે.