પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઈસ્કૂલમાં વયનીવૃતી થતા બે કર્મચારીઓ નો ભવ્ય વિદાય સમારંભ યોજાયો

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

             પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઈસ્કૂલમાં વયનિવૃત્તિના કારણે બે કર્મચારીઓ નિવૃત્ત થતા ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારી ઉપસ્થિત રહી બાળકોને શિક્ષણમાં વધુ રસ લઈ આગળ આવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. 

          પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઈસ્કૂલમાં ચિત્રના શિક્ષક જયેશભાઈ એ. જોશી તેમજ સિનિયર ક્લાર્ક એવા પ્રભાતભાઈ કે. રાઠવા વય નિવૃત્તિ ના કારણે નિવૃત્ત થતા હોય ત્યારે શાળાના આચાર્ય દિનેશભાઈ કોલી દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શબ્દ પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ નિવૃત્ત તથા બંને કર્મચારીઓની ટૂંકી વિગત રજૂ કરવામાં આવી હતી. આ સમયે ઉપસ્થિત શાળા વિકાસ સંકુલ ૪ માં કનવિનર તેમજ પાવીજેતપુરના આચાર્ય સંજયભાઈ શાહે બાળકોને સંબોધીને કહ્યું હતું કે જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ આપણી પાસે ધોરણ ૧૦,૧૨ નું પરિણામ સારું આવે તેવી આશા રાખી રહ્યા છે ત્યારે બાળકો હમણાંથી જ તમે કમર કશી લો અને આગળ વધો એવું આહવાન કરવામાં આવ્યું હતું. આ સમયે જિલ્લા શિક્ષણાધિકારી સાહેબે બાળકોને જીવનમાં સજાગ રહી શિક્ષણ મેળવી આગળ ધપવાનું સૂચન કર્યું હતું. વનવાસી સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ રણજીતભાઈ રાઠવા દ્વારા બાળકોને જણાવ્યું હતું કે જો તમે કમર નહિ કસો તો, શિક્ષકોએ કમર કસવી પડશે, જો પરિણામ સારું નહીં આવે તો દોષ નો ટોપલો વાલીઓ ઉપર ઢોળવામાં આવશે, જ્યારે શિક્ષણાધિકારી સાહેબ આપણી પાસે સારી આશા રાખી રહ્યા છે ત્યારે મહેનત કરી અને પરિણામ ખૂબ સારું લાવો તેવી ટકોર કરવામાં આવી હતી. 

      નિવૃત્ત થતા શિક્ષક જયેશભાઈ જોષી નો સન્માન પત્ર વલ્લભભાઈ કોલી દ્વારા તેમજ પ્રભાતભાઈ રાઠવાનું સન્માન પત્રનું વાંચન ગણપતભાઈ બારીયા દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ મહાનુભાવો તેમજ શિક્ષકો દ્વારા નિવૃત્ત થતા બંને કર્મચારીઓને બાકીનું જીવન સુખમય શાંતિમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ સન્માન પામેલ કર્મચારીઓ માંથી જયેશભાઈ જોષી પોતાની પુત્રીનો મેસેજ વિદેશથી આવતા ગદગદિત થઈ જતા તેઓ બોલી શક્યા ન હતા. જ્યારે પ્રભાતભાઈ રાઠવા સન્માન બદલ આભાર માન્યો હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન સમીરભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું.