તળાજાના પીપરલા પંથકના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વહેલી સવારના અરસામાં એસ.ટી. બસની સુવિધા મળતી ન હોવાથી તે અંગે ગ્રામજનોની રજુઆતના અનુસંધાને તાલુકા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્ય દ્વારા રજૂઆત કરતા એસ.ટી. તંત્રવાહકો દ્વારા નવી બસ સેવા શરૂ કરવામાં આવતા ગ્રામજનોએ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Sponsored

रणजीत निवास - हेरिटेज वेडिंग रिसोर्ट - बूंदी राजस्थान

रणजीत निवास - हेरिटेज वेडिंग रिसोर्ट - बूंदी राजस्थान दिवाली स्पेशल ऑफर - 1,75 ,000 प्रति दिन - ऑफर 15 अक्टूबर से 30 अक्टूबर 2024 तक

      આમ જોએએ તો પીપરલા સહિત આજુબાજુના સથરા, ભારાપરા, તેમજ મથાવડા વગેરે.. ગ્રામ્ય વિસ્તારોના શાળા કોલેજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસક્રમ માટે તળાજા જવા માટે આ અગાઉ વહેલી સવારના કોઈ વાહનની વ્યવસ્થા ન હોવાથી તેઓને ના છૂટકે ઉંચા ભાડા ખર્ચીને ખાનગી વાહનોનો ફરજીયાત પણે સહારો લેવાનો વખત આવતો હોય તે સૌ કોઈને આર્થિક રીતે પરવડતુ ન હતુ. આથી આ ગંભીર બાબતે તળાજા તાલુકા પંચાયતના પ્રમુખ તથા ધારાસભ્યને ગ્રામ્ય આગેવાનો દ્વારા રજુઆત કરવામાં આવતા તેઓએ એસ.ટી. સત્તાવાળાઓને જણાવતા તંત્રવાહકો દ્વારા ગામડાઓના વિદ્યાર્થીઓને ઉપયોગી એવી સવારની બસ શરૂ કરવામાં આવતા અપડાઉન કરતા વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોએ રાહત સાથે હાશકારો અનુભવ્યો છે. આ રૂટની બસને પીપરલા ખાતેથી તળાજા તા.પંચાયતના પ્રમુખ રાણાભાઈ સોલંકી , તાલુકા પંચાયત લલ્લુભાઇ લાધવા, તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિતિમાં બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ.તેમજ પીપરલા ગામે શ્રીફળ વધેરીને બધા મો મીઠા કરાવીને આ બસની શુભ શરૂઆત કરી હતી આ વિસ્તારના ગ્રામજનોએ બસનું ઉમળકા ભેર સ્વાગત કર્યુ હતુ