રાજસ્થાનમાંથી દારૂની સાથે સાથે અન્ય નશાયુક્ત પદાર્થોની પણ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકા પોલીસને રાજસ્થાન તરફથી પોશડોડા ભરીને સ્કોર્પિયો ગાડી ગુજરાત આવતી હોવાની બાતમી મળતા પોલીસે ડીસા ધાનેરા હાઇવે પર ઝેરડા નજીક વોચ ગોઠવી હતી. જેમાં રાજસ્થાન તરફથી આવતી સ્કોર્પિયો કારને પોલીસને જોઈ સીમ વિસ્તાર તરફ ભાગવા જતાં ગાડી રસ્તાની સાઈડમાં ફસાઈ ગઈ હતી. પોલીસે તપાસ કરતા અંદરથી 16 જેટલા કટ્ટા પ્રતિબંધિત પોશડોડાના મળી આવ્યા હતા. જેથી પોલીસે કારચાલક દિનેશ રાણારામ વિશ્નોઇ (રહે. હનુમાન ઢાણી, ચિતલવાણા, તાલુકો સાંચોર રાજસ્થાન)ની અટકાયત કરી હતી.કારમાં તપાસ કરતા 50 જેટલા જીવતા કારતુસ પણ મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી. ડીસા તાલુકા પોલીસ મથકે લાવી તપાસ કરતાં 345 કિલો પ્રતિબંધિત પોશડોડા અને 50 જીવતા કારતુસ સહિત કુલ રૂપિયા 10.36 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી દિનેશ વિશ્નોઇ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं