વડોદરાના વરણામા પોલીસ મથકે વર્ષ ૨૦૨૩ મા નોંધાયેલ ફરિયાદ મુજબ રતનપુર નવીનગરી જી વડોદરા ખાતે રહેતા ધર્મેશભાઇ બચુભાઈ રાઠોડિયા તા ૦૨/૦૩/૨૦૨૩ ના રોજ ભોગ બનનાર યુવતી ૧૪ વર્ષ ૧૧ માસ ૦૨ દિવસની ને કાયદેસરના વાલીપણા માથી ભગાડી ગયો હતો જે બાબતે ફરિયાદ આધારે પોલીસે ચાર્જશીટ દાખલ કરતા વડોદરાના સ્પેશ્યલ પોક્સો જજ ચોથા એડિશનલ સેશન્સ જજ ની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. જેમા આરોપી ધર્મેશભાઇ બચુભાઈ રાઠોડિયા (યુટીપી) તરફે એડવોકેટ નીરવ એ ગાંધી હાજર રહી ઉલટ તપાસ કરી દલીલો કરી હતી. ફરિયાદ પક્ષ ના કેસ મુજબ ભોગ બનનારની જન્મ તારીખ ૩૦/૦૩/૨૦૦૮ ની હતી. ફરિયાદીને ભોગ બનનાર ની જન્મ તારીખ ચોક્કસ યાદ નથી તેવુ ઉલટ તપાસમા કબુલ રાખેલ છે વધુમા શાળાના આચાર્ય પણ જન્મ ના દાખલાને આધારે પ્રવેશ આપતો હોવાનુ તેમજ ભોગ બનનાર ને ક્યા દસ્તાવેજ આધારે પ્રવેશ આપ્યો તે જણાવેલ નથી. તપાસ કરનાર અમલદારે એલ સી મા લખેલ જન્મ તારીખ અંગે જનમ તારીખ ની કોઇ ખરાઈ કરી નથી કે દાખલો મેળવવા કોઇ તપાસ કરી નથી. બનાવના દિવસે આરોપી અને ભોગ બનનાર એક સાથે ગયા હોય તેવો કોઇ પુરાવો કે નજરે જોનાર સાહેદ મળ્યો નથી. મેડિકલ ઓફીસર ના પુરાવા મા પણ કોઇ શારીરિક ઈજાઓ જણાઈ નથી. પોલીસ યાદી મુજબ તપાસ કરી હતી. ભોગ બનનાર નો બોન ટેસ્ટ કરાવેલ નથી આમ બનાવ સમયે ભોગ બનનાર ૧૬ વર્ષ કરતા ઓછી ઉંમરની સગીર વયની હતી તેવુ ફરિયાદ પક્ષ પુરવાર કરી શકેલ નહી. વધુમા ભોગ બનનાર ની ઉલટ તપાસમાં આરોપી સાથે લગ્ન કરવા માંગતી હોવાનુ અને તેણીના ઘરવાળા તેણીની મરજી વિરુદ્ધ ન ગમતા છોકરા સાથે પરણાવવા માંગતા હતા તેથી તેણી પોતાની મરજીથી આરોપી સાથે જતી રહી હોવાનું કબૂલ કરે છે. આરોપીએ કોઇ જોર જબરજસ્તી કરી નથી આરોપી સાથે પ્રેમ સંબંધ હોવાનુ કબુલ કરે છે. સમગ્ર બાબતે એપેક્ષ કોર્ટ ના વિવિધ હુકમ આધારે આરોપી ભોગ બનનાર ને ભગાડી ગયો અને દુષ્કર્મ આચર્યું હોવાનો કોઇ પુરાવો મળેલ નથી અને ભોગ બનનાર બનાવ સમયે સગીર વયની હોવાનો પણ કોઇ પુરાવો ફરિયાદ પક્ષ રજૂ કરી શકેલ ન હોય તેવુ આરોપી તરફે એડવોકેટ નીરવ એ ગાંધી ની ઉલટ તપાસમાં આવતા વડોદરાના સ્પેશ્યલ પોકસો જજ અને ચોથા એડિશનલ સેશન્સ જજ શ્રીમતી પ્રિયંકા અગ્રવાલ દ્વારા તા ૨૧/૧૦/૨૪ ના રોજ આરોપીને ભારતીય દંડ સંહિતા ની કલમ ૩૬૩,૩૬૬,૩૭૬(૩),૩૭૬(૨) એન, તથા પોક્સો એક્ટ ની કલમ ૪,૫,(એલ) ૬ મુજબના ગુનામાંથી નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ કર્યો હતો.