ગણતરીના કલાકમાં અપહરણ થયેલ કિશોરીને શોધી કાઢતી કરાલી પોલીસ, એલ.સી.બી. તથા એસ.ઓ.જી ટીમ
પાવીજેતપુર તાલુકાના કરાલી પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાંજના આશરે ૫.૪૫ વાગ્યાના સમયગાળા દરમ્યાન હકિકત મળેલ કે, છોટાઉદેપુર જિલ્લાના એક ગામની એક છોકરીને સ્પેલ્ડર મો.સા પર આવેલ બે અજાણ્યા યુવાનો સીગલકુવા ગામના બસ સ્ટેન્ડથી બળજબરીથી અપહરણ કરી બાઇક પર બેસાડી ભગાડી લઇ ગયેલ છે. જે હકિકતની ગંભીરતા ઘ્યાને લઇ તાત્કાલીક ઉપરી અધિકારીને હકિકતથી વાકેફ કરી જીલ્લા એલ.સી.બી, એસ.ઓ.જી શાખાને જાણ કરી તેઓને આઘારભુત હકિકત આપી અલગ -અલગ પોલીસ ટીમો બનાવી અંગત બાતમીદારો તથા ટેકનીકલ સોર્સની મદદથી માત્ર બે કલાક જેટલા ટુકાગાળામાં અપહરણ થયેલ કિશોરીને સહિ સલામત શોધી કાઢી પરીવાર સાથે ભેટો કરાવી કરાલી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી ભોગબનનાર કિશોરીની પૂછપરછ કરતા સદર બનાવ અપહરણ તથા દુષ્કર્મનો હોવાની હકિકત ફલીત થતા તેમજ સદર બનાવ પાનવડ પો.સ્ટે. હદ વિસ્તારનો જણાઇ આવતા કરાલી પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં. 000 નંબર ભોગબનનાનરની ફરીયાદના આધારે આ કામના આરોપીઓ (૧) પંકજ દશરથભાઇ રાઠવા રહે, બળદગામ, તા. કવાંટ જી. છોટાઉદેપુર તથા (૨) અજાણ્યો મો.સા. ચાલક (પંકજનો મિત્ર) જેણે શરીરે સફેદ શર્ટ તથા કાળા જેવા કલરનું પેન્ટ પહેરેલ તે મુજબની ફરીયાદ નોંઘી લઇ પાનવડ પો.સ્ટે. તરફ ટ્રાન્સફર કરવામાં આવેલ છે. જે બીજા આરોપીની ઓળખ મહેન્દ્રભાઇ રાજુભાઇ રાઠવા રહે નારાકુટ તા.કવાંટ જી.છોટાઉદેપુર નો હોવાનુ થયેલ છે.
આમ, માત્ર બે કલાક જેટલા ટુંકા ગાળામાં જ અપહરણ થયેલ કિશોરીને કરાલી પોલીસ તથા જીલ્લા એલ.સી.બી અને એસ.ઓ.જી શાખાના ટીમ વર્કથી શોઘી કાઢવામાં સફળતા મેળવેલ છે.તેમજ ઉપરોકત બન્ને આરોપીઓને પણ ઝડપી પાડી તેઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ છે.