ઉત્તર ગુજરાતનું સૌપ્રથમ પ્રાણી સંગ્રહાલય ડીસા નજીક નિર્માણ થશે. રાજ્ય મહેસુલ વિભાગે પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે 103 હેક્ટર જેટલી જામીન ફાળવી છે જે વન સંરક્ષણ વિભાગને સોંપવામાં આવશે.જોકે બનાસકાંઠા વહીવટી તંત્રે જણાવ્યું કે "સમગ્ર બાબત રાજ્ય સરકારમાં મંજૂરી હેઠળ છે."

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સરકારના ઓનલાઇન પોર્ટલ પર સબમીટ થયેલા ડેટા મુજબ 4 ઓક્ટોમ્બરે રાજ્ય સરકારનાં મહેસુલ વિભાગે જુનાડીસાથી વાસણા રોડ પરની 103 હેકટર એટલેકે 256 એકર જેટલી વિશાળ જમીન પ્રાણી સંગ્રહાલયને બનાવવા મંજુર કરી છે.

આ અંગે રાજ્યકક્ષાના વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી જમીન આગામી સમયમાં જ વન સંરક્ષણ વિભાગને સોંપવામાં આવશે. ત્યારબાદ વન વિભાગ રાજ્ય સરકાર પાસે બજેટની માંગણી કરશે, બજેટ મંજુર થયા બાદ રાજ્ય સ્તરે અથવા તો જિલ્લા વન વિભાગ સ્તરેથી આર્કીટેકની નિમણુંક કરી પ્રાણી સંગ્રહાલયની સમગ્ર રૂપરેખા સહીત નકશો તૈયાર કરાશે.

જે નકશો કેન્દ્રીય પ્રાણી સંગ્રહાલય કેન્દ્ર પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે, ત્યાંથી નકશો મંજુર થયા બાદ બનાસકાંઠાનાં જુના ડીસા ખાતે ઉતર ગુજરાતનાં સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયનાં નિર્માણનું કાર્ય શરૂ કરાશે. જેના લીધે આસપાસના વિસ્તારોનો વિકાસ થશે. જમીનોની માંગ વધશે.જિલ્લા માટે આ ગૌરવ કહી શકાય તેવી ક્ષણ હશે.