૧૮મીએ પાવીજેતપુર તાલુકાની ભીખાપુરા હાઇસ્કુલ ખાતે ”સેવા સેતુ કાર્યક્રમ” યોજાશે

પાવીજેતપુર તાલુકાના ૩૯ જેટલા ગામના લોકોને આધારકાર્ડ, રેશનકાર્ડમાં સુધારા વધારા સહીત જુદા જુદા વિભાગોની વિવિધ સેવાઓનો ઘરઆંગણે લાભ મળશે

      રાજય સરકાર દ્રારા નાગરિકોના પ્રશ્નોને હલ કરવા પ્રજાની લાગણી- માગણી- અપેક્ષાઓ પરીપૂર્ણ કરવા માટે દશમા તબકકાના ”સેવા સેતુ કાર્યક્રમ”નું આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ૧૮મી ઓક્ટોબરે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાની ભીખાપુરા હાઇસ્કુલ ખાતે ”સેવા સેતુ કાર્યક્રમ” યોજાશે. જેમાં પાવીજેતપુર તાલુકાના ૩૯ જેટલા આસપાસ ગામનાં નાગરિકોને લાભ મળશે. નાગરિકોને આધારકાર્ડ, રેશનકાર્ડમાં સુધારા વધારા સહીત જુદા જુદા વિભાગોની વિવિધ સેવાઓનો ઘરઆંગણે લાભ મળશે.m તેવું અયોજન કરવામાં આવ્યું છે. આ સેવા સેતુ કાર્યક્રમમાં વિભાગવાર આવક/જાતિના દાખલા, રેશનકાર્ડમાં નામ દાખલ, નામ કમી, નામ સુધારો તથા E-KYC ની કામગીરી, આધારકાર્ડને લગતી કામગીરી, PMJAY માં અરજી, મફત હેલ્થ ચેકઅપ, કૃષિ, પંચાયત, પશુપાલન, સમાજકલ્યાણ, અને આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃધ્ધ-વય વંદના-સંકટ મોચન સહાય યોજના, નવીન વારસાઇ અરજીઓ તથા વિનામૂલ્યે ૭/૧૨,૮-અ ની નકલ, જન્મ-મરણ પ્રમાણપત્ર, લગ્ન નોંઘણી અને મિલ્કત આકારણીના ઉતારા, પી.એમ.સમ્માનનિધી લાભાર્થીનું E-KYC, ઘરેલુ નવા વીજ જોડાણ, બેંકીંગને લગતી સેવાઓ સહીત જનકલ્યાણકારી સેવાઓના લાભ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.