કાલોલ તાલુકાના એરાલ ગામે નવાપુરા ફળિયામાં રહેતા વીરેન્દ્રસિંહ ભુપેન્દ્રસિંહ પરમાર દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા હરપાલસિંહ વિજયસિંહ પરમાર દ્વારા ગત વર્ષે કરેલ ગણપતી મા પ્રસાદ બાબતે ઝગડો થયો હતો જેની અદાવત રાખીને રવિવારે સાંજે હરપાલસિંહે ફોન કરી ને અજીતસિંહને એરાલ ભાથીજી મંદિર ખાતે બોલાવી નવનીતભાઈ સોમાભાઈ બારીયા અને જીગ્નેશભાઈ કાંતિભાઈ બારીયા તથા સતિષભાઈ અરખમભાઈ બારીયા તથા રાજુભાઈ બારીયા, કૃષ્ણકુમાર બારીયા ગાડીમાં મારક હથિયારો લઈને આવી એરાલના સરપંચ જયદીપભાઇ સોમાભાઈ બારીયા તથા મેહુલભાઈ જશવંતભાઈ બારીયા તથા મહિપતસિંહ અરખમભાઈ બારીયા મારક હથિયારો લઈને આવી ફરિયાદી અને સાહેદો ને જેમ ફાવે તેમ મારવા લાગેલા. સરપંચ જયદીપસિહે હાથમાંનુ પાળીયુ જમણા હાથે અંગૂઠા ની પાસે અને માથાના ભાગે કાન પાછળ માર્યું હતું. મહિપાલસિંહ અને હરપાલસિંહ દ્વારા ઘુટણ ના નીચે દંડો તથા લોખંડ નો સળિયો મારી પગની પીંડી પર ગંભીર ઈજાઓ કરી ફેક્ચર કરેલ. રણવીરસિંહ ને જીજ્ઞેશભાઇ બારીયા એ લાકડાના દંડા વડે હુમલો કરતા ડાબા હાથે ફેક્ચર થયુ હતુ. નવનીત અને રાજુભાઈ ગેબી માર માર્યો હતો. રાજેન્દ્રભાઈએ મેહુલ અને કૃષ્ણકુમાર લોખંડની પાઇપ વડે માર મારતા જમણા હાથે પંજાના ભાગે અને માથામાં ઇજાઓ પહોંચાડી હતી દેવેન્દ્રભાઈને સતિષભાઈ એ લાકડાના દંડા વડે માર માર્યો હતો ગેરકાયદેસર મંડળી બનાવી એક સંપ કરી અન્ય લોકોને માર મારી નાસી જઈ ડર નું સામ્રાજ્ય ફેલાવી દીધું હતું.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
જે અંગેની ફરિયાદ વેજલપુર પોલીસ મથકે નોંધાવતા પોલીસે નવ ઈસમો સામે ફરિયાદ.દાખલ કરી વધુ તપાસ પી.એસ. આઈ એસ એલ કામોલ દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારે ઈજાગ્રસ્તો ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે અને ત્યાંથી વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ઈજાગ્રસ્તો જણાવી રહ્યા છે કે એરાલ સરપંચ કોના પીઠબળ ને કારણે આટલી દાદાગીરી કરી રહ્યા છે ?
*ઈજાગ્રસ્તો ની તસવીર.