ડીસામાં નવરાત્રી દરમિયાન પરિણીતાનું મુસ્લિમ શખ્સ અપહરણ કરી ગયો હતો. આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે શખ્સને સુરતથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ડીસામાં નવરાત્રીમાં પીરમહંમદ રમજાનશા ફકીરે પરિણીતાનું અપહરણ કર્યુ હતું.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આ અંગેની જાણ પરિણીતાના પતિ, પરિવારજનો સહિત ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા હિંદુ સંગઠનો સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા. અને આ મામલે તાત્કાલિક ફરિયાદ નોંધાવી હતી. અને શખ્સને ઝડપી લેવા માટે ઉગ્ર માંગ કરી હતી.

આ અંગે દક્ષિણ પી.આઇ. કે.બી. દેસાઇએ જણાવ્યું હતું કે, પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં સોમવારે બપોરે પીરમહંમદ રમજાનશા ફકીરને સુરતથી ઝડપી ડીસા લાવવા તજવીજ હાથ ધરી છે.