કાલોલ ખાતે અઝીમુલ કાદરી સમૂહ લગ્નોત્સવ યોજાયું.૨૩ યુગલો એ નિકાહ ની રશ્મ્મ અદા કરી
તારીખ ૧૫ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ અઝીમુલ કાદરી સમૂહ લગ્નોત્સવ નુ આયોજન કરાયુ હતું જેમાં ૨૩ છોકરા અને ૨૩ છોકરીઓ સમૂહ લગ્નમાં મુસ્લીમ રિતરિવાજ મુજબ નિકાહ ની રશ્મ અદા કરી લગ્નગ્રંથિ જોડાયા હતા એક મધ્યમ અને ગરીબ દિકરીનાને બાપને જ્યારે પોતાની દીકરી મોટી થતા જ તેના લગ્ન ની ચિંતા કોરી ખાતી હોય છે કુ-રિવાજો,ખોટા ખર્ચા, કરી લાખો રુપિયા નો ધુમાડો કરી દેવાના ડુંગર તળે દબાઇ જતા તે ખુબ મુશ્કેલી મા મુકાઇ જતો હોય છે ત્યારે આર્થીક પરિસ્થિતિ થી પીસાતા દિકરીના પિતા માટે આ પ્રમાણે યોજવામાં આવતા સમુહ લગ્નો ના આયોજન આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. ત્યારે લગ્નમાં લખલુંટ ખર્ચને બચાવવા અને શરિયતને અનુસરી સમાજને સાચી દિશા બતાવનાર ગૌષે આઝમના વંશજો અને ખાનકાહે એહલે સુન્નતના મહાન સંત સૈયદ મોઈનબાબા ના માર્ગદર્શક હેઠળ દર વર્ષે સફળતા પૂર્વક પાડવામાં આવે છે અને દિકરા-દિકરી લગ્ન નો ભાર લઇ ફરતા પરિવાર અને કુરિવાજો દુર કરવા માટેનુ ઉત્તમ કાર્ય વર્ષો પહેલા મુસ્લીમ સમાજના હિતમાં કામ કરતી અઝીમી ફ્રેન્ડ સર્કલના યુવા મિત્રો દ્વારા સમૂહ લગ્ન આજથી બરાબર અગિયાર વર્ષ પહેલાં યોજી શરૂ કરવામાં આવ્યું હતું બેન્ડ-વાજા ડીજે પાછળ ખર્ચ નહિ કરી નાણા બાળકોના શિક્ષણ પાછળ વપરવાનો ઉદ્દેશ થી દ્વારા સમૂહ લગ્નોના આયોજન કરવામાં આવી રહ્યા છે.૨૩ જેટલાં યુગલો ને સમાજના સખી દાતાઓ તરફ થી જીવન જરૂરી વસ્તુઓ ની ભેટ લગ્ન કરનાર દિકરીઓને આપવામા આવી હતી.મહત્વની વાત એ છે કે રબીઉલઆખર ઇસ્લામી માસના ૧૧માં ચાંદ જે અગ્યારમી વાળા પીરની નિસ્બત થી યોજાતા આ પર્વને બરાબર અગ્યાર વર્ષ પૂરાં કર્યાં જે અત્યારે સુધી ૧૮૫ વધુ નિકાહ પઢાવી ૧૧ મોં અઝીમુલ કાદરી સમુહ લગ્નોત્સવ ભવ્યાતિભવ્ય યોજવામા આવી રહ્યું છે તે ખૂબ સરાહનીય કાર્ય અઝીમી ફ્રેન્ડ સર્કલ દ્વારા કરવામા આવી રહ્યો છે.