ડીસામાં રાજપૂત જાગીદાર ક્ષત્રિય મંચ ગુજરાત દ્વારા શસ્ત્ર પૂજન કરાયું..
ડીસામાં દશેરા નિમિત્તે રાજપૂત જાગીદાર ક્ષત્રિય મંચ ગુજરાત દ્વારા શસ્ત્ર પૂજન કરાયું હતું. જ્યારે નગરમાં વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં ક્ષત્રિય યુવતીએ બે હાથે તલવાર બાજી કરી આજના યુગમાં મહિલાઓ ને જાતે જ શસ્ક્ત અને લડાયક બનવા માટે પ્રેરણા આપી હતી..
નવરાત્રિના દસમા દિવસે વિજયા દશમીનો તહેવાર ઉજવાય છે. હિન્દુ ધર્મમાં આ તહેવાર નું વિશેષ મહત્ત્વ છે, આ તહેવાર સાથે ઘણી માન્યતાઓ જોડાયેલી છે, જે અનિષ્ટ પર સાચાની જીતનું પ્રતીક છે, આ દિવસે સત્યની જીતે રાવણનો વધ કર્યો હતો..
એવું પણ માનવામાં આવે છે કે, દેવી દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો, તે દેશભરમાં અલગ અલગ નામોથી અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે, જ્યારે સમગ્ર ભારતમાં તેને શાસ્ત્ર પૂજન તરીકે ઓળખવામાં આવે છે, દશેરાના દિવસે શસ્ત્રોની પૂજા કરવાની પરંપરા સદીઓ જૂની છે અને રજવાડાઓ માં શસ્ત્ર પૂજનની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હતી..
ડીસા માં ત્રણ હનુમાન મંદિર ખાતે રાજપૂત જાગીરદાર ક્ષત્રિય મંચ ગુજરાત દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં પરમ પૂજ્ય સંત શ્રી દોલતરામ બાપુ તથા ગુજરાત પ્રદેશ ક્ષત્રિય મંચના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, ગુજરાત પ્રદેશ રાજપુત સમાજના મહામંત્રી નરસિંહભાઈ વાઢેર, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી અમૃતભાઈ દવે, જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ દિનેશભાઈ દવે, વનરાજસિંહ જાડેજા, હઠુભા વાઘેલા સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..
મોટી સંખ્યામાં લોકો તેમના શસ્ત્રો એકઠા કરી આ શસ્ત્રો પર કુમકુમ અને ફૂલ અર્પણ કરી પૂજા કરી હતી, ત્યાર બાદ ત્રણ હનુમાન મંદિરથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી..
શોભાયાત્રા માં ક્ષત્રિય યુવતીએ બંને હાથે તલવારબાજી ક્ષત્રિય સમાજના શોર્યની પ્રતીતિ કરાવી હતી..
નીરજ બોરાણા જી એક્સપ્રેસ ન્યૂઝ ડીસા