મંત્રીઓને રોકવાની ધમકી આપતા મામલો બિચક્યો

જિલ્લા SP અને કાંતિભાઈ ખરાડીની ધારાસભ્યની વાતચીત આ વાતચીત દરમિયાન ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ કહ્યું યોગ્ય વ્યવસ્થા નહીં મળે તો કોઈપણ મંત્રીને યાત્રાધામ અંબાજીમાં પ્રવેશવા દેવામાં નહીં આવે. કાંતિભાઈ ખરાડી કહ્યું હું અહીનો ધારાસભ્ય છું, Spએ કહ્યું આ પ્રકારની ભાષા નહીં ચાલે, હું અહીં આપના માટે આવ્યો છું, આપના સારા માટે બધા પ્રયત્નો કરૂ છું, મને આ ભાષા યોગ્ય નથી. કાંતિભાઈ ખરાડી બોલ્યા અમે મંત્રી લોકશાહીના ઢબે જઈ રહ્યા છીએ, નહીં થશે તો, Spહું આ પ્રકારની ધમકી નહીં ચલાવું, ધારાસભ્ય અમે ધમકી નથી આપતા, SP અમે તામારા બધા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી બોલ્યા કે બોલેલું પાળવા માટે તંત્ર બંધાયેલું છે. કાંતિભાઈ ખરાડી-અમે ધારાસભ્ય ધમકી નહીં આપતા, SP પછી હું મારી રીતે કાર્યવાહી કરીશ, કોને નો આવવા દે, કાંતિભાઈ ખરાડી- અમે લોકશાહીના ઢબે બોલી રહ્યા છીએ, SP તમે મને ધમકીના આપી શકો, કાંતિભાઈ ખરાડી અમે ભવિષ્યની વાત કરીએ છીએ, SPએ કહ્યું ભવિષ્યમાં આવી સ્થિતી ન આવે, બેઠા છીએને અમે બધા.