અમરેલીના સુપ્રસિદ્ધ લોકગાયિકા આશા કારેલીયા દ્વારા બોટાદ ખાતે નવરાત્રિ મહોત્સવમાં ગરબાની રમઝટ બોલાવી...

ખેલૈયાઓ ગરબે રમી ઝૂમી ઉઠ્યા,

અમરેલીના સાવરકુંડલાના સુપ્રસિદ્ધ લોકગાયિકા આશા કારેલીયા બોટાદ ખાતે ચાલતા ભારતીય જનતા પાર્ટી-બોટાદ જીલ્લો, નમો નવરાત્રી ગ્રુપ આયોજીત ત્રિમૂર્તી ગરબા-૨૦૨૪ પાર્ટી પ્લોટમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે તેમનુ ભવ્ય સ્વાગત કરાયું હતું. જે બાદ આશા કારેલીયા દ્વારા ગરબાની રમઝટ બોલાવતા ખેલૈયાઓ અવનવા સ્ટેપ સાથે ગરબે રમી મનમુકીને ઝૂમી ઉઠ્યા હતાં. આ મહોત્સવમાં હજારોની સંખ્યામા ખેલૈયાઓએ આશા કારેલીયા ગરબાના તાલે ખેલૈયાઓ ઉત્સાહ અને આનંદ સાથે ગરબે રમી ઝૂમી ઉઠ્યા હતા. અને દર વર્ષે નમો નવરાત્રી ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ત્યારે અમરેલીના સુપ્રસિદ્ધ લોકગાયિકા આશા કારેલીયા ઉપસ્થિતિ રહીને ગરબાની રમઝટ બોલાવી હતી...