પાવીજેતપુર ભારજ બ્રિજ પાસે સીથોલ, સિહોદ ના યુવાનો દ્વારા જનતા ડાયવર્ઝન બનાવવાની શરૂઆત થતા જનતામાં આનંદ
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પાવીજેતપુર નજીક ભારજ બ્રિજ પાસે જનતા ડાયવર્ઝન સીથોલ તથા સિહોદના યુવાનો દ્વારા બનાવવાની શરૂઆત થતા જનતામાં આનંદ જોવા મળી રહ્યો છે.
પાવીજેતપુર નજીક ભારજ બ્રીજ પાસે બનાવેલ સરકારી ડાયવર્ઝન ઓગસ્ટ માસમાં વધુ વરસાદના પગલે ધોવાઈ જતા છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશની જનતાને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં જ સરકારી ડાયવર્ઝન મંજૂર થવા પામ્યું છે જે બનવામાં બે માસનો સમય લાગે તેમ છે, ત્યારે પાવીજેતપુર તાલુકાના સીથોલ, સિહોદ ના યુવાનોએ ભેગા મળી ગત વર્ષે જે પ્રમાણે જનતા ડાયવર્ઝન બનાવ્યું હતું તે જ પ્રમાણે આ વર્ષે પણ જનતા ડાયવર્ઝન બનાવવાની શરૂઆત કરી દેવામાં આવતા જનતામાં આનંદની લાગણી જોવાઈ રહી છે. ૩૦ થી ૪૦ કિલોમીટરનો ફેરો વધી જતો હતો તે આ જનતા ડાયવર્ઝનથી લોકોને રાહત મળશે. પાવીજેતપુર વેપારી મંડળ દ્વારા જનતા ડાયવર્ઝન બનાવવામાં સ્વેચ્છિક આર્થિક સહાય કરવામાં આવી રહી છે.
પાવીજેતપુર સિથોલ તેમજ મોટી રાસલી વચ્ચે જે નદીના પટમાં પાણીનો પ્રવાહ ઓછા પ્રમાણમાં વહી રહ્યો છે ત્યાં ભૂંગળાઓ નાખી જનતા ડાયવર્ઝન બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે યુવાનોને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે બે દિવસમાં આ ડાયવર્ઝન શરૂ થઈ જાય તેવા સક્રિય પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને કામગીરી જોતા લાગી રહ્યું છે કે બે દિવસમાં આ જનતા ડાયવર્ઝન શરૂ થઈ જશે તો લોકોની હાલાકીમાં ઘટાડો થશે અને આ સમાચારથી જનતામાં પણ આનંદની લાગણી જોવાઈ રહી છે.
આમ, પાવીજેતપુર નજીક ભારજ બ્રિજ પાસે સિથોલ, સિહોદના યુવાનો દ્વારા જનતા ડાયવર્ઝન બનાવવાની શરૂઆત કરી દેવામાં આવતા જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે.