નાગેશ્રી પોલીસ સ્ટેશનના મીઠાપુર ગામે થયેલ ખુનના ગંભીર ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતી નાગેશ્રી પોલીસની ટીમ *
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી પી.આર.રાઠોડ સાહેબ સા.કુંડલા વિભાગ, સા.કુંડલાનાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે સી.પી.આઇ. રાજુલા શ્રી વી.એસ.પલાસ સાહેબ તથા નાગેશ્રી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર પી.વી.પલાસ નાઓ તથા નાગેશ્રી પોલીસ સ્ટાફ દ્વારા નાગેશ્રી પો.સ્ટે. પાર્ટ એ. ગુ.ર.નં. ૦૨૫૨/૨૪, બી.એન.એસ-૨૦૨૩ ની. ક.૧૦૩(૧) તથા જી.પી.એક્ટ-૧૩૫ મુજબના ગુન્હાનો આરોપી ગંભીર પ્રકારનો ખુનનો ગુન્હો કરી નાસી ગયેલ હોય જેથી મજકુર આરોપીને બાતમી હકીકત આધારે ગણતરીની કલાકોમાં પકડી પાડી, આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
• પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) અંકુશ ઉર્ફે હકો મનુભાઇ બાંભણીયા, ઉ.વ.૨૪, ધંધો.ખેતી, રહે.મીઠાપુર, તા.જાફરાબાદ, જિ.અમરેલી
આ કામગીરી શ્રી વી.એસ.પલાસ, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુલા તથા નાગેશ્રી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી પી.વી.પલાસ તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.