ગુરુવારે કાલોલ ની એમ જી એસ હાઇસ્કુલ ખાતે કાલોલ તાલુકા અને ઘોઘંબા તાલુકાના ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓ માટે ફાયર એન્ડ સેફ્ટી નો બે દિવસીય કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી.

જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીથી ખાસ ઉપસ્થિત રહેલ એ આઈ દિનેશભાઈ પરમાર અને નગરપાલિકામાંથી ફાયર સેફટી ઓફિસર નટવરભાઈ કાલોલ તેમજ ઘોઘંબા તાલુકા માં આવેલ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાનો 50% સ્ટાફ આજે તાલીમમાં હાજર રહ્યા હતા. નગરપાલિકાની ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા અગ્નિસમન સાધનોની સમજ અને જાણકારી આપવામાં આવી હતી. શાળામાં સલામતી માટે અગ્નિ સમનના કેવા કેવા સાધનોનો ઉપયોગ કરી શકાય તે અંગેની પણ માહિતી આપવામાં આવી અને આગ લાગે ત્યારે આ કેવી રીતે કાબુમાં લેવી તેનુ પ્રત્યક્ષ નિર્દેશન શાળાના મેદાનમાં બતાવવામાં આવ્યું હતું