પાવીજેતપુર તીનબત્તી ઉપર બે આખલા લડાતા બાઇકોનો કચ્ચરઘાણ
પાવીજેતપુરના તીનબત્તી ઉપર બે આખલાઓ મોડી સાંજે લડાતા પાંચ જેટલી બાઈકો નો કચ્ચરઘાણ વાળી દીધો હતો.
પાવીજેતપુરના હાર્દ સમાન વિસ્તાર તીનબત્તી ઉપર મંગળવારના રોજ મોડી સાંજે એકાએક બે આખલા આમને સામને આવી જઈ પોતાની શક્તિનું જાણે પ્રદર્શન કરતા હોય તેમ એકબીજામાં માથામાં માથામાં મારી લડાઈ ચાલુ કરી દીધી હતી. સ્વાભાવિક રીતે જ બંને આખલાઓ સામસામે આવી જતા તીનબત્તીની આજુબાજુના વિસ્તારમાં આવેલા દુકાનદારો તેમજ દુકાન ઉપર આવેલા ગ્રાહકોના જીવ તાળવે બંધાઈ ગયા હતા. બંને આખલાઓનું યુદ્ધ ધીમે ધીમે ગતિ પકડી રહ્યું હતું અને એક દુકાનની આગળ પાંચ થી છ જેટલી બાઇકો પાર્ક કરી હતી તેમાં અથડાતા નવી નવી ગાડીઓના પણ ભુક્કા કાઢી નાખ્યા હતા. જ્યારે એક એક્ટિવા સ્કુટરની કચ્ચરઘાણ વાળી લીધો હતો. છેલ્લા કેટલાક સમયથી આખલાઓનો ત્રાસ પાવીજેતપુર નગરમાં વધી ગયો છે અને આખલાઓ તેમજ રખડતા ઢોરો જ્યાં ત્યાં ઊભા થઈ જતા ઘણીવાર ટ્રાફિક સમસ્યાઓ પણ સર્જાયા કરે છે અને આખકાઓ જ્યારે આમને સામને આવી જાય છે અને લડાઈ ચાલુ કરી દે છે ત્યારે લોકોમાં ફફડાટ ફેલાઈ જાય છે. આખલાઓને છુટા પાડવા માટે એક દુકાનદાર પાણીનું કુલર લઈ દોડ્યો હોય અને પાણી છાંટી તેમજ એક વ્યક્તિએ ડાંગ દૂરથી છુટ્ટી મારી આ બંનેને છૂટા પાડવાનો પ્રયત્ન કર્યો હતો. મહામુસીબતે આ બંને આખલાઓ છૂટા પાડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
આમ, પાવીજેતપુર ના તીનબત્તી ઉપર બે આખલા અમને સામને આવી જઇ લડાતા પાર્ક કરેલી પાંચથી વધુ બાઈકો નો કચ્ચરઘાણ કાઢી દીધો હતો.