કાલોલ તાલુકાના વેજલપુર ગામ નજીક વડોદરા ગોધરા હાઇવે રોડ સ્થિત સંતોષી પેટ્રોલ પંપ ઉપર રાતના ૧૨ વાગ્યા ના અરસા માં અજગર દેખાતા તાત્કાલિક ધોરણે પેટ્રોલ પંપ ના કર્મચારીઓ એ રાતના ૧૨ વાગ્યાના અરસામાં જીવદયાપ્રેમી તુષારભાઈ પટેલનું ટેલીફોનીક સંપર્ક કરી જાણ કરતા તાત્કાલિક ધોરણે તુષારભાઈ થતા તેમની ટીમ સાથે વેજલપુર ફોરેસ્ટ વિભાગના અધિકારી પેટ્રોલ પંપ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં નિકળેલ અજગર વિશે સાચી માહિતી એકત્ર કરી હતી જેમાં અજગર ની લંબાઈ પાંચ ફૂટ ઉપર છે તેવું જણાવી ભારે જહેમત ઉઠાવી અજગરને સુરક્ષિત પકડીને ખુલ્લા જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ સંતોષી પેટ્રોલ પંપ પરથી પાંચ ફૂટ લાંબા અજગર નું રેસ્કુયું કરાયું.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2024/10/nerity_bcc55237cdae4a783e9cdb3720a43b2e.jpg)