જવાહર નવોદય વિદ્યાલય, લીમખેડા દાહોદ-૨ ખાતે ધોરણ-૯ તથા ધોરણ-૧૧ માં વર્ષ ૨૦૨૫-૨૬ માટે પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવી (સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ કાપડિયા 9879106469 )

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

દાહોદ : નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા બહાર પાડવામાં આવેલ એડમિશન નોટિફિકેશનના સંદર્ભમાં જવાહર નવોદય વિદ્યાલય, લીમખેડા દાહોદ-૨ જિ.દાહોદ માં ધોરણ-૯ તથા ધોરણ-૧૧ માં વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટેની પ્રવેશ પરીક્ષા તા.: ૦૮-૦૨-૨૦૨૫ ના શનિવારના રોજ યોજાનાર છે.

*જવાહર નવોદય વિદ્યાલય, લીમખેડા, જિ.દાહોદ-૨ માં, ધોરણ - ૯ માં પ્રવેશ મેળવવા માટે જરૂરી યોગ્યતા નીચે જણાવ્યા પ્રમાણે છે.*

- વિદ્યાર્થી દાહોદ જિલ્લાના લીમખેડા, દેવગઢ બારિયા, ધાનપુર, ગરબાડા તથા સિંગવડ તાલુકાઓની સરકાર માન્ય શાળામાં વર્ષ ૨૦૨૪-૨૫ માં ધોરણ - ૮ માં ભણતા તથા વસવાટ કરતા વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલય લીમખેડા, દાહોદ-૨ માટે આવેદન પત્ર ભરી શકે છે.

- આવેદક તા.૦૧/૦૫/૨૦૧૦ થી તા.૩૧/૦૭/૨૦૧૨(બંને તારીખ મળીને) ની વચ્ચે જન્મેલ હોવો જોઈએ. 

*જવાહર નવોદય વિદ્યાલય, લીમખેડા જિ.દાહોદ-૨ માં ધોરણ - ૧૧ માં પ્રવેશ મેળવવા માટે જરૂરી યોગ્યતા નીચે જણાવ્યા પ્રમાણે છે.*

  - વિદ્યાર્થી દાહોદ જિલ્લાના લીમખેડા, દેવગઢ બારિયા, ધાનપુર, ગરબાડા તથા સિંગવડ તાલુકાઓની સરકાર માન્ય શાળામાં વર્ષ ૨૦૨૪-૨૫ માં ધોરણ - ૧૦ માં ભણતા તથા વસવાટ કરતાં વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલય લીમખેડા, દાહોદ-૨ માટે આવેદન પત્ર ભરી શકે છે.

 - આવેદક તા.૦૧-૦૬-૨૦૦૮ થી તા.૩૧-૦૭-૨૦૧૦(બંને તારીખ મળીને) ની વચ્ચે જન્મેલ હોવો જોઇએ

આવેદનપત્ર ઓનલાઇન ભરવાની શરૂઆત થઇ ગઇ હોવાથી બંને ધોરણ માટે આવેદનપત્ર ઓનલાઇન ભરવાની અંતિમ તારીખ: ૩૦-૧૦-૨૦૨૪ છે. આવેદકોએ આવેદન પત્ર ભરવા માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઇટ www.navodaya.gov.in , https://cbseitms.nic.in/2024/nvsix તેમજ https://cbseitms.nic.in/2024/nvsxi પરથી ભરી શકાશે. ઓનલાઇન ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીની શાળા શહેરી વિસ્તારમાં છે કે, ગ્રામ્ય વિસ્તારમાં છે તે ચકાસીને ફોર્મ ભરવું.