પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના નારણપુરા ગામે ભાગરીયું ફળીયું નાગેશ્વરી મંદીર પાછળ રહેતા દિલીપભાઈ નરેન્દ્રસિહ રાઠોડ ડેપ્યુટી સરપંચ હાલ રહે ગોધરા ગઈ તા.૨/૧૦/૨૪ ના‌ રોજ ગામ પંચાયતમાં ગામ સભા ની મીટીંગ હોવાથી દિલીપસિંહ નરેન્દ્રસિહ રાઠોડ ગામ સભાની મીટીંગ આવેલ અને મિટિંગ પુર્ણ કરી ગામમાં આવેલ તેમના મકાને ગયેલ અને સમી સાંજે ગોધરા જવા નીકળી ગયા હતા અને સવાર ના પોરે તેમના ફળિયામા રહેતા એક વ્યક્તિએ તેઓને ફોન કરી જણાવેલ કે તમારા‌ મકાનના દરવાજા ખુલ્લા છે અને‌‌ તમારા મકાનમાં ચોરી થઇ છે તેમ જણાવતા દિલીપભાઈ ગોધરાથી તેમના વતન નારણપુરા આવી ઘરમાં તપાસ કરતાં ઘરનો સામાન વેરવિખેર પડેલો હતો તિજોરી તોડેલી જોવા મળે હતી છોકરાની બાબરી મા અને કન્યાદાન મા આવેલ ભેટ સોગાદો જોવા મળી નહોતી સ્ટીલ , તાબા પીતળ કાસા ના વાસણો જોવા મળ્યા નહોતા જે આધારે દિલીપભાઈ દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કુલ મળી રુ 34700 મુદ્દામાલ અજાણ્યા ચોરો દ્વારા ચોરી કરેલ છે ફરિયાદના આધારે કાલોલ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं