લુણાવાડા તાલુકાના દલવાઈ સાવલી ગામના રહેવાસી કનુભાઈ અને તેમના ગામના માણસો સાથે પાવાગઢ મહાકાળી માતાના મંદિરે દર્શન કરવા પગપાળા સંઘમા ચાલતા જતા હતા તે વખતે સાંજના પાંચેક વાગ્યે કાલોલ તાલુકાના અંબાલા ગામ નજીક કેનાલ ઉપર ચાલતા પાવાગઢ જતા હતા તે વખતે એક યામાહા કંપનીની આર વન ફાઇવ મોટર સાયકલ જેનો આગળ પાછળ નંબર પ્લેટ ઉપર નંબર ન હતો તે મોટર સાયકલ ચાલકે પોતાની મોટર સાયકલ પુર ઝડપે હકારી લાવી કનુભાઈને પાછળથી ટક્કર મારતા કનુભાઈ રોડ ઉપર પડી જતા તેઓને જમણા પગે ઘુંટણના નીચેના ભાગે તથા પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારબાદ તેમના ગામના માણસો દ્વારા કનુભાઈને ૧૦૮ મારફતે ગોધરા સારવાર અર્થે સરકારી દવાખાનામા લઈ ગયા હતા ગોધરા સરકારી દવાખાનાના ડોક્ટરે પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે કનુભાઈ ને વડોદરા સિવીલ હોસ્પિટલ ખાતે રીફર કર્યા હતા પરંતુ કનુભાઈ ના છોકરાએ તેમના પિતા કનુભાઈ ને લુણાવાડા ખાનગી દવાખાના વિનાયક હોસ્પિટલમા લઈ ગયા હતા પરંતુ જ્યાં ડોક્ટરે આગળ સારવાર માટે લઈ જવાનુ કહેતા તેમના છોકરા દ્વારા પિતાને લુણાવાડા સરકારી દવાખાનામા સારવાર માટે લઈ ગયેલ હતા લુણાવાડા સરકારી દવાખાનાના ડોક્ટરે પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે કનુભાઈ ને વડોદરા સિવીલ હોસ્પિટલ ખાતે રીફર મેમો લખી આપતા ફરિયાદી ના‌‌ પિતા કનુભાઈ ને એમ્બ્યુલન્સ મારફતે વડોદરા સિવીલ હોસ્પિટલ ખાતે લઈ જતા હતા તે વખતે રાત્રીના અઢી વાગ્યાના અરસામાં વિરણીયા ચોકડી પસાર કરતા ફરિયાદી ના પિતા કનુભાઈ મરણ પામ્યા હતા ફરિયાદી દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ કાલોલ પોલીસે હાથ ધરી છે.