પંચમહાલ જિલ્લાના કાલોલ પ્રખંડમાં એક વ્હોટ્સ એપના એક સામાજિક ગ્રુપમાં હિન્દૂ સમાજના શક્તિ અને ઉપાસનાના પર્વમાં માતાજી નવ દુર્ગામાઁ ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. હિંદુઓની આસ્થા છે અને જે વૈદિક લખાયલું છે તેની સાથે છેડછાડ કરીને ઊંધા છતાં તથ્યો સાથે જે કાલ્પનિક કથા બનાવીને ખોટી રીતે રજુ કરી છે. જેમાં કરોડો હિંદુઓની આસ્થા એવા માઁ દુર્ગાને કલ્પના ન કરી શકાય તેવા અભદ્ર શબ્દોથી રજૂ કર્યા છે તેને લઇને હિન્દૂ સંગઠનોમાં રોષ જાગતા વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગ દળ અને અન્ય સામાજિક સંગઠનોએ ભેગા થઈને લેખિતમાં કાલોલ પોલીસ સ્ટેશનમાં પી.આઈ. સમક્ષ અરજી આપેલ છે અને આવા સમાજમાં સમરસતા અને શાંતિ ભંગ કરવાની સમાજ અને રાષ્ટ્ર દ્રોહી લોકો દ્વારા જે હિન્દૂ સંસ્કૃતીનો દુષપ્રચાર કરવામાં આવે છે. તેમજ આવરનવાર હિંદુઓને જ ટાર્ગેટ કરીને બદનામ કરવામાં આવે છે તે હવે હિન્દૂ સમાજ ચલાવી લેશે નહિ અને આ લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તે ઉદ્દેશ્યથી ફરિયાદ કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગદળ સહ સહયોજક જલ્પેશભાઈ સુથાર, જિલ્લા ઉપઘ્યક્ષ વિશાલભાઈ પંચાલ, જિલ્લા મંત્રી હરિકૃષ્ણભાઈ પટેલ, ધર્મ પ્રસાર પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, જિલ્લા પ્રચાર, પ્રસાર પ્રમુખ જૈમેશભાઈ પટેલ, કાલોલ પ્રખંડ મંત્રી દિલીપસિંહ જાદવ તથા તમામ અન્ય હિન્દૂ સંગઠનોના 300 જેટલા આગેવાનો ઉપસ્થિત રહયા હતા. જયારે બીજા દિવસે શનિવારે સાંજે કાલોલ મામલતદાર વાય જે પુવાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. અને કાયદા હેઠળ કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી હતી.બીજી તરફ ગૃપ સંચાલકો દ્વારા કાલોલ પોલીસ મથકે રજૂઆત કરી જણાવ્યુ હતુ કે જે કોઇ લોકોએ વિવાદિત ટિપ્પણી કરી હોય તેમના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવા સામે કોઇ વાંધો હરકત નથી. આમ વિવાદિત પોસ્ટ બાબતે બંને પક્ષો સામસામે આવી ગયા છે.