અંબિકા શાકમાર્કેટ ખાતે ધ્વજ વંદન કરી ત્રિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પાટણ શહેરના પંચમુખી વિસ્તારમાં આવેલ અંબિકા શાકમાર્કેટ ખાતે સમગ્ર વેપારીઓ દ્વારા ધ્વજ વંદન કરી ત્રિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું.....

અંબિકા શાકમાર્કેટ ખાતેથી મનોજભાઈ પટેલ ની આગેવાની હેઠળ રેલીનું આયોજન કરાયું.....

સમગ્ર ભારત દેશ સહિત ગુજરાતમાં 75 માં સ્વતંત્ર દિવસની હર્ષો ઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે

ત્યારે પાટણ શહેરની વાત કરવા જઈએ તો પાટણ શહેરમાં પ્રાથમિક શાળા , સ્કૂલ ,કોલેજો સહિત સરકારી અર્થ સરકારી કચેરીઓમાં પણ રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું ત્યારે પાટણ શહેરના પંચમુખી વિસ્તારમાં આવેલ અંબિકા શાકમાર્કેટ ખાતે પણ સમગ્ર વેપારીઓ દ્વારા ધ્વજ વંદન કરી ત્રિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આ રેલી પાટણ શહેરના મુખ્ય માર્ગ એવા છીંડીયા દરવાજા હિંગળાચાચર થઈ ને બગવાડા દરવાજા ખાતેથી પરત અંબિકા શાકમાર્કેટ આવી હતી જ્યારે આ રેલીમાં મોટી સંખ્યામાં અંબિકા શાકમાર્કેટના વેપારીઓ તેમજ દેશભક્તો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.

 આ રેલીનું આયોજન મનોજભાઈ પટેલ ની આગેવાની હેઠળ પ્રસ્થાન થવા પામી હતી. 

જયારે આ સમગ્ર આયોજન દરમિયાન અંબિકા શાક માર્કેટના વેપારી દ્વારા મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.