પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામેથી ૧૦ ફૂટ લાંબા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડાયો 

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

         છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામમા ભૂપેન્દ્રભાઈ ના મકાનની પાછળના ભાગે ખેતરમાં અજગર દેખાતા ભાગદોડ મચી ગઈ હતી. બનાવની જાણ જીવદયા પ્રેમીઓને કરવામાં આવતા તેઓએ દોડી આવી અજગરાનું રેસ્કયુ કરીને પકડી લીધો હતો.

       હાલમાં વધતી જતી માનવ વસ્તીના કારણે અનેક ખેતરોમાં રહેણાંક મકાનો બનતા આ વિસ્તારોમાં વન્યજીવો આવી જવાના બનાવો સામે આવતાં હોય છે. ત્યારે કલારાણીમાં ૧૦ ફૂટ જેટલો લાંબો અજગર નીકળતા દોડધામ મચી ગઇ હતી. બનાવ અંગેની જાણ સ્થાનિકો દ્વારા ગામના જીવદયા પ્રેમી કિશનભાઇ ને કરવામાં આવતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતાં. ભારે જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કરીને સલામત રીતે પકડી પાડવામાં આવ્યો હતો. આ પકડાયેલા અજગરને જીવદયા પ્રેમી મિતેષભાઈ દ્વારા સુરક્ષિત જંગલમાં છોડવામાં આવ્યો હતો. અગજર પકડાઈ જતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

        એક બાજુ અજગરની જાતિ લુપ્ત થવાનાં આરે છે. ત્યારે બીજી બાજું અજગરથી લોકોમાં પણ ફફડાટ હોય ત્યારે કલારાણીના પ્રકૃતિપ્રેમીઓએ અજગરનું રેસ્ક્યુ ઓપરેશન કરી તેને સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યો હતો.