વર્ષ-2022 માં માત્ર 11 વર્ષની સગીરા પર દુષ્કર્મની ઘટના બની હતી. દુષ્કર્મ ગુજારનાર આરોપી વિરુદ્ધ ધાનેરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી. જેમાં 2 વર્ષે ચૂકાદો આવ્યો છે. આરોપીને પોક્સો અને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.

 ધાનેરાના ભીલવાસમાં રહેતા મહેન્દ્ર પુંજાભાઈ માજીરાણાએ વર્ષ 2022 માં રાત્રીના સાડા અગ્યાર વાગ્યા આસપાસ ગંજરોડ ઉપર બેઠેલી 11 વર્ષની સગીરા બેઠેલી હતી. જેને બળજબરીથી અંધારામાં લઇ જઇ દુષ્કર્મ આચરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે દુષ્કર્મના આરોપી મહેન્દ્ર માજીરાણા સામે ધાનેરા પોલીસ મથકે ગૂનો નોંધાયો હતો.

જે અંગેનો કેસ ડીસાની કોર્ટમાં ચાલી જતાં પીડિતના સરકારી વકીલ નીલમબેન બ્રહ્મભટ્ટ દ્વારા આરોપીને સખ્ત સજા અપાવવા દલીલો કરી હતી અને આખરે ડીસાના બીજા. એડી. સેસન્સ જજે દાખલા રૂપ ચૂકાદો આપ્યો છે. જેમાં કોર્ટે આરોપી મહેન્દ્રને 20 વર્ષની સખદ કેદની સજા ફટકારી હતી.