કાલોલ તાલુકાના સુલતાન પુરા ગામ નજીકના ખેતરોમાં વિશાળ અજગર દેખતાં નજીકના વિસ્તારોમાં ભય ફેલાયો હતો સુલતાનપુરા ગામ નજીકના વિસ્તારમાં ખેતરો માં કામ કરતા સ્થાનિક યુવાન ચાવડા કેતનસિંહ કિશોરસિંહ એ પોતાના ખેતરમાં અજગર જોતાં ગામ માં જાણ કરતા વાત પ્રસરી હતી આ બાબતે બપોરે કેટલાક લોકો ખેતરો માં જતાં અજગર દેખા દેતા ગામ માં જાણ થતાં જ ગામમાં થી લોકો જોવા માટે સ્થળ પર દોડી આવ્યા હતા જીવ દયા પ્રેમીને જાણ કરતા જ તેમની ઘોઘંબાની ટીમ દ્રારા કાલોલના સુલતાન પૂરા ગામેથી અજગરનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતુ અને સલામત વિસ્તારમાં છોડી મુકવામા આવ્યો હતો.