શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર - વર્લ્ડ પીસ સેન્ટરનો ૩૩ મો પાટોત્સવ તેમજ શ્રી મુક્તજીવન સ્વામીબાપાનો ૧૧૭ મા પ્રાગટ્યોત્સવ દિને ત્રિદિવસીય બ્લડ ડોનેશન શિબિર યોજાઈ.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રૂા. ૧૧ લાખનું ડોનેશન મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસક્યુ ટીમને અપાયું...

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર વર્લ્ડ પીસ સેન્ટર, ઘોડાસરનો ૩૩ મો પાટોત્સવ, ક્રાન્તદ્રષ્ટા શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૧૧૭ મી પ્રાગટ્ય જયંતી મહોત્સવે શ્રી મુક્તજીવન સ્વામીબાપાનું પાદપ્રક્ષાલન, પૂજન, અર્ચન, આરતી વગેરેના આધ્યાત્મિકસભર કાર્યક્રમો યોજાયા હતા. તેમજ ત્રિદિવસીય બ્લડ ડોનેશન શિબિર પણ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં પૂજનીય સંતો અને હરિભકતોએ ઉત્સાહ પૂર્વક બ્લડ ડોનેટ કર્યું હતું.

રૂા. ૧૧ લાખનું ડોનેશન શ્રી મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસક્યુ ટીમને ગણવેશ તેમજ શિષ્યવૃત્તિ માટે એનાયત કરાયું હતું.

આ પાવનકારી અવસરે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, મણિનગર ધામ એ ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની તપોભૂમિ છે જયાં વિરાટ વટવૃક્ષ પાંગર્યું છે. ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ કઠોર તપશ્ચર્યા કરીને તીર્થોત્તમ ધામની રચના કરી છે અને દેશ વિદેશમાં તીર્થોત્તમ શાખા પ્રશાખાનું નિર્માણ કરાવ્યું છે. 

સર્વ પિતૃ શ્રાદ્ધ નિમિત્તે ભારત રાષ્ટ્ર માટે શહીદી વહોરનાર સૈનિકોના આત્માને શાંતિ મળે તે માટે શાંતિ પાઠ કરવામાં આવ્યા હતા.

પર્યાવરણની જાળવણી માટે જળ, વાયુ, વૃક્ષોનું જતન કરવા માટે પણ સર્વેને હાકલ કરી હતી.