કાંકરેજ તાલુકાના ટોટાણા ગામે એક જ દિવસે ત્રણ યુવકોના મોત થતાં ગામમાં ગમગીની પ્રસરી ગઇ હતી. જેમાં એક યુવકનું હ્રદયરોગના હુમલાથી જ્યારે બેના જૂદી-જૂદી બિમારીથી મોત થયા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

કાંકરેજ તાલુકાના ટોટાણા ગામમાં એક કલાકના સમયગાળામાં ત્રણ યુવકોના મોત થતાં અરેરાટી પ્રસરી ગઇ હતી. પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું કે, પરમાર ગીરીશ પુનાભાઈ પરમાર (ઉ.વ. 23)નું હાર્ટ એટેકથી મોત થયું હતુ.

જ્યારે પરમાર રોહિત ગાંડાભાઈ પરમાર (ઉ.વ.24) અને ચંચાણી મયુર પાંચાભાઈ ચંચાણી (ઉ.વ. 21)નું બિમારીથી મોત થયુ હતુ. એક જ દિવસે રોહિત સમાજમાં ત્રણ ત્રણ યુવાનોના નાની ઉંમરે મોત થતાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. ત્રણેયની અંતિમયાત્રા વારાફરથી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.