ડીસા તાલુકા પેન્શનર્સ એસોસિએશન ની કારોબારી બેઠક મળી..

દીપમાલા શોપિંગ સેન્ટર સ્થિત ડીસા તાલુકા પેન્શનર્સ એસોસિયેશન ના કાર્યાલય ખાતે કારોબારી બેઠક પ્રમુખ નાગરભાઈ પરમાર ના અધ્યક્ષ સ્થાને મળી હતી..

જેમાં એજન્ડા મુજબ વિવિધ જાણકારી અધ્યક્ષ અને મંત્રી એમ.એફ. મંડોરી દ્વારા આપવામાં આવી હતી..

નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, નિવૃત્ત કલા શિક્ષક જુનાડીસા નો જન્મદિવસ હોઈ ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું..

ઉપસ્થિત સૌ કારોબારી સભ્યો એ તેઓને અભિનંદન આપ્યા હતા..

કાર્યક્રમ ની આભાર વિધિ પ્રવીણભાઈ સાધુ દ્વારા કરવામાં હતી..