135 પાટણવાડા વણકર સમાજ ની વાડી ખાતે વાડી પંચ પરગણું મળ્યું સમાજનાં વરિષ્ઠ આગેવાનો સમિતી ની રચના કરશે...

15 મી ઓગષ્ટ 2022ના રોજ 135 પાટણવાડા વણકર સમાજ ની વાડી ખાતે વાડીપંચ પરગણું મળ્યું જેમાં સરાય ગામના ફળિયા ના રાજુભાઈ કે સોલંકી ની આગેવાની હેઠળ દસ ઉમરા મહેસાણા પક્ષમાંથી વણકર સમાજ વાડી પરગણા માં ધર વાપસી કરતા સમગ્ર સમાજે અબીલ ગુલાલ ઉડાડીને આવકાર આપ્યો તેઓની સારી ભાવના ને બિરદાવી હતી.

135 પાટણવાડા વણકર સમાજ ભવનના મંત્રી મુકેશભાઈ સોલંકી એ પોતાનાં વ્યક્તવ્ય માં જણાવ્યું હતું કે આજનો આજના 75માં સ્વાતંત્ર સમારોહ દિવસે 135 પાટણવાડા વણકર સમાજ વાડી નું પરગણું ભેગુ થયેલું જેમાં સમાજની ચિંતન શિબીર ની ચર્ચાવિચારણા થઈ જેમાં વણકર સમાજ ધીણોજ પંચ અને વાડી પંચ એકતા તરફ આગળ વધી રહ્યાં છે.

મુકેશભાઈ સોલંકી એ વધુમાં જણાવ્યું હતું કે રમેશભાઈ મકવાણા ગામ ગોવના બિલ્ડર ત્રણ થી ચાર માળનું શૈક્ષણિક સંકુલ ઉભુ કરવાં માટે વણકર સમાજ પંચ પાસે મંજૂરી માગી હતી.

સમાજ ના નબળા વર્ગના વિદ્યાર્થીઓને સગવડ મળી રહે તે સમાજ માટે ખુબ જ ઉપયોગી છે. સમાજ ભવનનું ટ્રસ્ટ પણ મંજુરી આપશે.

135 વણકર સમાજ વાડી અને ધીનોજ બે ભાગ છે તે એકતા તરફ જઈ રહ્યા છે અને તેના માટે સમાજનાં વરિષ્ઠ આગેવાન જૂથ કાર્યરત રહેશે અને એકતા કરશે.

રમેશભાઈ મકવાણા ગામ ગોવના ના વતની અને અગ્રણી બિલ્ડર તેઓના વક્તવ્ય માં જણાવ્યું હતું કે સમાજ ના ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ હોશિયાર હોય પરંતુ ભણી શકતા ન હોય શૈક્ષણિક સગવડો ન મળતાં તેઓ આગળ વધી શકતા નથી.

વિદ્યાર્થીઓ મફત માં ક્લાસિક ચલાવી શકાય, ચોપડા મળી શકે તેવી અનેક વ્યવસ્થાઓ સંકુલ ખાતે કરવામા આવશે અને શૈક્ષણિક સંકુલ બને તે માટે વણકર સમાજ પંચ પરગણું હકારાત્મક છે અને વણકર સમાજ ભવન ટ્રસ્ટ શૈક્ષણિક સંકુલ બનાવવા માટે મંજુરી આપશે તો અમો શૈક્ષણિક સંકુલ બનાવીશું.

છેલ્લે અગામી સમયમાં વણકર સમાજ વાડી પંચ અને ધીનીજ પંચ એકતા કરવા માટે પંચે વાત કરી જેને સમગ્ર સમાજે મંજુરી આપી અને શ્રી વિર મેઘમાયા દેવ ની જય બોલાવી પરગણા ની કામગીરી પૂર્ણ કરી.