*👌'માત્ર 19 વર્ષની નોકરીમાં જ ભાવેશ રોજીયા SP બની ગયા'🚨*
*✍️ભાવનગરના વતની ભાવેશ પ્રવિણભાઈ રોજીયા વર્ષ 2004ની બેચના PSI છે.માત્ર 19 વર્ષની નોકરીની સફરમાં જ તેઓ SP બની ગયા છે.ATS માં DySP તરીકેની ફરજમાં હજારો કરોડના ડ્રગ્સ કન્સાઈન્મેન્ટ, 36 પાકિસ્તાની, 16 ઈરાની અને 3 અફઘાનીઓને પકડી ચૂક્યા છે. UP ના હિન્દુ નેતા કમલેશ તિવારીના હત્યારા અને કાવતરાખોરને પકડવામાં પણ તેમની મહત્વની ભૂમિકા રહી છે. આ ઉપરાંત ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આતંક મચાવનારા સિરિયલ કિલરને પકડી ચૂકયા છે. હથિયારો, આતંકવાદી વિરોધી પ્રવૃત્તિ તેમજ ખૂંખાર ગુનેગારોને પકડ્યા હોવાની યાદી ખૂબ લાંબી છે. ભાવેશ રોજિયાએ વડોદરા ગ્રામ્ય, ખેડા, અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં PSI તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. વર્ષ 2012માં PI નું પ્રમોશન મેળવ્યા બાદ તેઓ ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવી ચૂક્યા છે.વર્ષ 2018માં DySP નું પ્રમોશન મળ્યા બાદ તેમણે 4 વર્ષ ATS માં ફરજ બજાવી.ઓગસ્ટ-2022માંથી તેઓ સુરત ક્રાઈમ બ્રાંચના ACP તરીકે ફરજ બજાવે છે.*