સમી ખાતે વઢીયાર એસ.વી.એસ કક્ષાનો કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કલા મહોત્સવમાં ચાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જેમાં 'માધ્યમિક વિભાગમાં' ચિત્ર સ્પર્ધામાં પટેલ આર્યા જગદીશભાઈ,

બાળ કવિ સ્પર્ધામાં કોળ વિશ્વા શંકરભાઈ,

સંગીત-ગાયન સ્પર્ધામાં બારોટ પૂજાબેન અને

સંગીત વાદન સ્પર્ધામાં રાવળ આદિત્ય કનુભાઈ વિજેતા પ્રથમ નંબર સાથે વિજેતા બન્યા હતા.

જ્યારે 'ઉચ્ચતર માધ્યમિક વિભાગ' માં ચિત્ર સ્પર્ધામાં મઢવી તુષાર નાગજીભાઈ,

બાળ કવિ સ્પર્ધકમાં ઠાકોર મનીષાબેન સતાજી,

સંગીત ગાયન સ્પર્ધામાં ઝિંઝુડીયા મિતલબેન અને

સંગીત-વાદન સ્પર્ધામાં ચૌહાણ જયરાજ આર પ્રથમ નંબર મેળવી વિજેતા બન્યા હતા.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શાહિલકુમાર વિરતિયા,નવઘણસિંહ વાઘેલા,અતિથિ વિશેષ તરીકે મુસ્તુફાભાઇ મેમણ, દિનેશપુરી ગૌસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થી ને પ્રોત્સાહિત કર્યા હતા.

આ કલા મહોત્સવના કાર્યક્રમમાં એસ.વી.એસ. કન્વીનર શાહિલકુમાર વિરતિયાએ વિદ્યાર્થીની પ્રતિભાને ઓળખી વિજેતા વિદ્યાર્થી ઉત્કૃષ્ટ દેખાવ કરીને જિલ્લા અને રાજ્યની અંદર શ્રેષ્ઠ દેખાવ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.કલા મહોત્સવનું સમગ્ર સંચાલન ઘનશ્યામસિંહ વાઘેલાએ કર્યું હતું.