રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકારના કમિશનરશ્રી યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૪-૨૫ અને જિલ્લા કક્ષા યુવા ઉત્સવ-૨૦૨૪-૨૫ ઇન્ડિયન પબ્લિક સ્કૂલ(IPS) , સુરેન્દ્રનગર ખાતે યોજવામાં આવ્યો હતો.જિલ્લા કક્ષાના આ યુવા ઉત્સવમાં આશરે ૬૫૦ જેટલા સ્પર્ધકો તેમજ જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ૨૬૦ કરતાં વધારે બાળકોએ ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકામાં યોજાયેલ તાલુકા કક્ષા યુવા ઉત્સવના વિજેતાઓએ સાહિત્ય વિભાગ, કલા વિભાગ અને સાંસ્કૃતિક વિભાગની કુલ-૩૭ સ્પર્ધાઓમાં ભાગ લઈને પોતાની કલાઓનું કૌતુક બતાવ્યુ હતું. બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં પણ બાળ કલાકારોએ બાળ વિભાગની કુલ - ૧૩ સ્પર્ધાઓમાં પોતાની કલાના જાદુથી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા કલાકારો અને સ્પર્ધકો આગામી સમયમાં આયોજીત થનાર પ્રદેશકક્ષાના યુવા ઉત્સવ અને બાલ પ્રતિભા શોધ સ્પર્ધામાં સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ તકે ઉપસ્થિત મહાનુભાવો અને તજજ્ઞો દ્વારા તમામ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ સ્પર્ધકોને જિલ્લા કક્ષાનું વિજેતા પ્રમાણપત્ર આપી સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી ભરતસિંહ ગોહીલ દ્વારા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી. આ તકે શાળા ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઇ પટેલ દ્વારા સ્પર્ધકોનું ઉત્સાહવર્ધન કરતું પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. તેમજ તમામ સ્પર્ધકો સુરેન્દ્રનગર જિલ્લાનું નામ રાષ્ટ્રીય કક્ષા સુધી રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.સુરેન્દ્રનગર જિલ્લાના અને અન્ય જિલ્લામાંથી આવેલા તજજ્ઞોએ નિર્ણાયક તરીકેની ખુબજ ઉમદા સેવાઓ આપી હતી. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના મમતાબેન પંડિત, પ્રકાશસિંહ ગોહિલ, રોહિતસિંહ પરમાર અને જયરાજસિંહ જાદવ તેમજ તમામ તાલુકાનાં કન્વીનરશ્રીઓ દ્વારા કાર્યક્રમને સફળ બનવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ગિરીશભાઈ ગઢવીએ પોતાની આગવી શૈલીમાં કર્યું હતું.આ કાર્યક્રમમાં ઇન્ડિયન પબ્લિક સ્કૂલ(IPS) ના સર્વે ટ્રસ્ટીશ્રીઓ શ્રી મહેન્દ્રભાઇ પટેલ, શ્રી પ્રકાશભાઈ પટેલ, શ્રી મહેશભાઇ પટેલ, શ્રી વિક્રમસિંહ જાદવ, શ્રી ચંદ્રકાંતભાઈ દશાડીયા, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી રાજેન્દ્રભાઈ મ્હોડ તેમજ જિલ્લા બહારથી આવેલ તજજ્ઞ એવા નિર્ણાયકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মথুৰাপুৰত ৰাষ্ট্ৰীয় ক্ৰীড়া দিৱস উদযাপন
* মথুৰাপুৰত ৰাষ্ট্ৰীয় ক্ৰীড়া দিৱস উদযাপন
ভাৰতৰ প্ৰখ্যাত হকী খেলুৱৈ, অলিম্পিকত স্বৰ্ণ পদক...
जिला कृषि विभाग की पहल पर चराई देव जिले के हर घर मे तिरंगा कार्यक्रम के तहत नुक्क्ड़ नाटक
चराई देव जिले के मथुरापुर में स्थित शंकर देव शिशु निकेतन के बच्चो द्वारा जिले में हर घर तिरंगा...
માલગઢ ગામે જમીન બાબતે બે પરિવાર વચ્ચે થઇ મારામારી..
માલગઢ ગામે જમીન બાબતે બે પરિવાર વચ્ચે થઇ મારામારી..
સિહોર શહેરમાં કર્મચારીઓ આંદોલન પર
સિહોર સહિત રાજ્યભરના આઈટીઆઈ કર્મચારીઓ દ્વારા ર।. 4200ના ગ્રેડ-પે કરવાની માંગ સાથે પ્રતિક ઉપવાસ...