રોજગાર કચેરી, સુરેન્દ્રનગર તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચોટીલા દ્વારા તાલુકા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો.જેમાં ૧૧૩૮ રોજગારવાંચ્છુક ઉમેદવારોને ભરતીમેળોમાં બોલાવાયા હતા, જેમાંથી ૨૦૩ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા. હાજર ઉમેદવારોમાંથી યોગ્યતા અને જરૂરી લાયકાતના આધારે ૧૪૮ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. ખાનગીક્ષેત્રનાં વિવિધ નોકરીદાતાઓ દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવી હતી.આ ભરતી મેળામાં ખાનગીક્ષેત્રનાં ગોકુળ સ્નેક પ્રા.લી-રાજકોટ, પ્રયાસ ફાઈનાન્સ સર્વિસ પ્રા.લી-સુરેન્દ્રનગર, ક્રેડિટ એક્સેસ ગ્રામિણ લી.-સુરેન્દ્રનગર, એલ.આઈ.સી-ચોટીલા, જય ગણેશ હીરો-સુરેન્દ્રનગર તથા શિવ શક્તિ બાયોટેક્નોલાજી-અમદાવાદ જેવા વિવિધ નોકરીદાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર તથા આઈ.ટી.આઈ-ચોટીલાના કર્મયોગીઓ દ્વારા આ ભરતીમેળાને સફળ બનાવાયો હતો તેમ રોજગાર અધિકારી(જનરલ), સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયું છે.