સુરેન્દ્રનગર જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા“ અભિયાન અન્વયે “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”ની સાથે દરરોજ જુદી જુદી થીમ અન્વયે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અન્વયે જિલ્લામાં જુદા – જુદા તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં શેગ્રીગેશન શેડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.જેમાં ચુડા તાલુકાના છતરીયાળા ગામે, લખતર તાલુકાના માલિકા, વિઠ્ઠલગઢ, છારદ ગામે શેગ્રીગેશન શેડનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું. તેમજ ગામની આસપાસના નજીકનાં વિસ્તારમાં સઘન સાફ – સફાઈ હાથ ધરવામાં આવી હતી
સુરેન્દ્રનગર જિલ્લામાં જુદા – જુદા તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં શેગ્રીગેશન શેડનું ખાતમુહૂર્ત કરાયું
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2024/09/nerity_57d1e99a36a250b112b0d06fd479ba26.jpg)