ડીસામાં ગુરૂવારે બપોરે ભારે પવનના કારણે રામનગરમાં વીજળીનો જીવંત વાયર તૂટી આઇસ્ક્રીમની લારી લઇ નીચે ઉભેલા યુવાનના માથા ઉપર પડતાં ગંભીર રીતે દાઝ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા ઇજાગ્રસ્તને તાત્કાલિક ડીસા સિવિલમાં ખસેડાતાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.
ડીસામાં ગુરૂવારે બપોર પછી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ભારે પવન સાથે પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. ત્યારે ભારે પવનના કારણે ડીસાના રામનગર વિસ્તારમાં વીજળીનો જીવંત વાયર તૂટી નીચે આઇસ્ક્રીમની લારી લઈ ઉભેલા રાજસ્થાનના બહાદુરસિંહ ઈશ્વરસિંહ શુડાવત ઉપર પડ્યો હતો.
જેઓ ગંભીર રીતે દાઝી જતાં તેમને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરે દ્વારા મૃત જાહેર કર્યા હતા.