• યુથ કોંગ્રેસ દ્વારા દારૂબંધી નો અમલ ન કરાતો હોવાનો આક્ષેપ
  • સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કર્યા
  • શહેર પોલીસે 20 થી વધુ કાર્યકરોની અટકાયત કરી

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા કથિત લઠ્ઠાકાંડ મુદ્દે અંકલેશ્વર ખાતે વિરોધ પ્રદર્શન કરી દારૂબંધીનો અમલ ન કરાતો હોવાનો આક્ષેપ કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કર્યા હતા, આ વિરોધ પ્રદર્શન માં શહેર પોલીસે 20 થી વધુ કોંગ્રેસ ના આગેવાનો ની અટકાયત કરી હતી.

 

અંકલેશ્વર શહેર ના ત્રણ રસ્તા સર્કલ પાસે કથિત લઠ્ઠાકાંડ ના મામલે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કર્યા હતા અને રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દારૂબંધી અંગે નો અમલ કરાવવા માં નિષ્ફળ જતા બોટાદ અને અમદાવાદ માં લઠ્ઠાકાંડ સર્જાયો હોવાનો આક્ષેપો કર્યા હતા અને રાજય ના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો માં ધમધમતી દેશી દારૂ ની ભઠ્ઠી ઓ વહેલી તકે બંધ નહિ કરાવે તો આવનારા દિવસો માં યુવક કોંગ્રેસ જનતા રેડ દ્વારા બંધ કરાવવાની સાથે જલદ આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી, આ વિરોધ પ્રદર્શન માં શહેર પોલીસ દ્વારા ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી, અંકલેશ્વર તાલુકા યુવા કોંગ્રેસ શરીફ કાનુગા અંકલેશ્વર શહેર કોંગ્રેસ પ્રમુખ જગતસિંહ વાંસડીયા સહીત 20 જેટલા આગેવાનો અને કાર્યકરો ની અટકાયત કરી હતી આ વિરોધ પ્રદર્શન માં જિલ્લા કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણ, મગન પટેલસ ઇકબાલ ગોરી, જિલ્લા યુવા મહા મંત્રી વસીમ ફડવાલા સહીત ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.